દેશનું સૌથી મોટું ઘરડાઘર ગુજરાતના રાજકોટમાં બની રહ્યું છે. જામનગર રોડ પર આવેલા રામપર ગામમાં 30 એકર જગ્યામાં 300 કરોડ રૂપિયાના ખર્ચે સદભાવના વૃદ્ધાશ્રમ તૈયાર થઇ રહ્યું છે.
5100 વડીલો માટે 1400 રૂમ્સ તૈયાર કરવામા આવ્યા છે અને 11 માળની 7 બિલ્ડીંગ હશે. આ સદભાવના વૃદ્ધાશ્રમમાં જે વડીલો રહેશે તેમને મફતમાં જમવાનું આપવામાં આવશે, ઉપરાંત આ જગ્યા પર મંદિર, યોગારૂમ, કોમ્યુનિટી હોલ, બાગ બગીચા પણ હશે. વડીલોને મેડિકલ, પેરા મેડિકલ અને રાજકોટની AIIMSમાં સારવાર કરવામાં આવશે. કસરતના સાધનો પણ રાખવામાં આવશે.
ટુંકમાં વડીલોને તેમના ઘરે જે સુવિધા ન મળી હોય તેના કરતા આલિશાન સુવિધા આ ઘરડા ઘરમાં જોવા મળશે. નિરાધાર, અશક્ત, કોમામા હોય તેવી વ્યક્તિઓને 25 એપ્રિલ 2025થી પ્રવેશ આપવામાં આવશે.