ગુજરાતના હવામાન વિભાગે 29 સપ્ટેમ્બરને રવિવારના દિવસે 10 જિલ્લાં ભારે વરસાદની આગાહી કરી છે. એ સિવાયના 22 જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડશે.
29 સપ્ટેમ્બરને રવિવારે ગુજરાતના 32 જિલ્લાના 186 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો,જેમાં ભાવનગરના મહુવમાં 7 ઇંચ વરસાદ પડી ગયો હતો.
હવામાન વિભાગે રવિવારે 10 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર અને અમરેલીનો સમાવેશ થાય છે.
આ વખતે ગુજરાતમાં સિઝનનો 136 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સિઝનના નોમર્લ વરસાદ કરતા 72 ટકા વધુ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 141 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ઉત્તર ઝોનમાં 114 ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 132 ટકા જેટલો વરસાદ પડ્યો છે.