fbpx

શું છે હરિયાણામાં ખર્ચી-પર્ચી સિસ્ટમ, જેના પર કોંગ્રેસને ઘેરી રહી છે BJP

Spread the love

હરિયાણા વિધાનસભાની ચૂંટણી પ્રચાર વચ્ચે ખર્ચી-પર્ચી સિસ્ટમની ખૂબ ચર્ચા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકારે ખર્ચી-પર્ચી સિસ્ટમ ખતમ કરી દીધી હતી. સવાલ એ છે કે આખરે ખર્ચી-પર્ચી અર્થ શું થાય? તો કોંગ્રેસનો દાવો છે કે હરિયાણામાં ખર્ચી અને પર્ચી જેવું કંઇ નથી. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઘોષણાપત્રમાં પણ તેનો ઉલ્લેખ છે.

પાર્ટીએ વાયદો કર્યો છે કે અમે 2 લાખ યુવાઓને ખર્ચી-પર્ચી વિના પાક્કી નોકરીઓ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ કહેવું હતું કે ભાજપ સરકારે આ ખર્ચી-પર્ચી સિસ્ટમ ખતમ કરી દીધી હતી અને પારદર્શી રૂપે 1.5 લાખ સરકારી નોકરીઓ આપી હતી.

શું છે ખર્ચી અને પર્ચીનો અર્થ?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં રોજગાર વ્યવસ્થા પર્ચી અને ખર્ચીના માધ્યમથી ચાલી હતી. અહી પર્ચીનો અર્થ સત્તામાં બેઠા લોકોની ભલામણના આધાર પર અને ખર્ચીનો અર્થ નોકરી માટે લાંચ આપવાનો છે. ભાજપનો દાવો છે કે કોંગ્રેસના સમયે આ વ્યવસ્થા એટલી સંગઠિત હતી કે અલગ-અલગ પદો માટે રેટ નક્કી હતી. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, હરિયાણા ભાજપના પ્રવક્તા જવાહર યાદવનું કહેવું છે કે પાર્ટીએ ખર્ચી અને પર્ચી સિસ્ટમ રોક લગાવી દીધી છે અને પારદર્શી રૂપે 1.43 લાખ સરકારી પદો પર નિમણૂક કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ભાજપે કોંગ્રેસ કરતા વધુ નોકરીઓ આપી છે. નવેમ્બર 2022માં પણ તત્કાલીન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે દાવો કર્યો હતો કે ભાજપે ખર્ચી-પર્ચી સિસ્ટમ ખતમ કરી દીધી છે. તાજેતરમાં જ યાદવે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક કથિત કોંગ્રેસ નેતા લોકોને કહી રહ્યા હતા કે, યુવા ભાઈઓ, હું પોતાનો નંબર અહી આપી જઈશ. તમે લોકો માત્ર પર્ચી લઈ આવજો, જેના પર રોલ નંબર લખેલો હશે. ચૌધરી ભૂપેન્દ્ર હુડ્ડા પાસે તમારી નોકરીની અરજી હું લઈને જઈશ. હું એ નોકરીઓ તમારા સુધી લઈને આવીશ.

કોંગ્રેસના ભાજપ પર આરોપ

બીજી તરફ કોંગ્રેસે આરોપ લગાવ્યા છે કે ભાજપ સરકારે નોકરીઓ આપવા માટે અટેચી સિસ્ટમની શરૂઆત કરી છે. અખબાર મુજબ હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા કેવલ ધીંગરાએ કહ્યું કે, અહી કોઈ ખર્ચી-પર્ચી સિસ્ટમ નથી. ભાજપ ખોટું બોલી રહી છે અને નકલી વીડિયો શેર કરી રહી છે. કોંગ્રેસ સરકાર નિમણૂકોમાં પારદર્શિતા લાવી છે. આ  ભાજપની સરકાર છે, જેણે નોકરીઓ આપવા માટે અટેચી કલ્ચરની શરૂઆત કરી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!