fbpx

પ્રાંતિજ ના દલાની મુવાડી પાસે કાર પલટી ખાતા કારમા થી દોઢ કરોડ ની ચોરી

Spread the love

પ્રાંતિજ ના દલાની મુવાડી પાસે કાર પલટી ખાતા કારમા થી દોઢ કરોડ ની ચોરી
– કાર મા રહેલ પ્લાસ્ટિક ના કોથળામા રહેલ દોઢ કરોડ ની ચોરી
– સ્થાનિક પોલીસ જિલ્લા પોલીસ એલસીબી એસોજી દ્રારા તપાસ હાથ ધરી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલાની મુવાડી પાસે કાર પલ્ટી ખાતા કાર માંથી રૂપિયા ભરેલ દોઢ કરોડ નો કોથળો કોઇ અજાણ્યા બાઈક ચોર ચોરી કરી લઈ ગયા


   પ્રાંતિજ ના દલાની મુવાડી પાસે તારીખ ૩૦|૯|૨૦૨૪ ને સોમવાર ના રોજ તલોદ ખાતે રહેતા અશ્વિનભાઇ પટેલ બેક માંથી દોઢ કરોડ રૂપિયા ઉપાડી ને પોતાની કાર મા મુકી ને અમદાવાદ ખાતે નિકળ્યા હતા જે દરમ્યાન સાંજ ના પાંચ વાગ્યા ની આસપાસ અમદાવાદ ખાતે રહેતા કેપીનભાઇ મહેતાએ અશ્વિનભાઇ ને ફોન કરતા તેવોએ ફોન ઉપાડયો હતો અને અશ્વિનભાઇ એ કેપીનભાઇ ને જણાવ્યુ હતુ કે મારે તલોદ થી મજરા જતા રોડ ઉપર દલાની મુવાડી ગામ નજીક અકસ્માત થયેલ છે ને હુ બેભાન થઈ ગયેલ તે વખતે મોટરસાયકલ ઉપર બે માણસો આવીને મારી કારમાંથી રૂપિયા ભરેલ પ્લાસ્ટિક નો કોથળો કોઇ લઈ ગયેલ છે તેવુ જણાવતા કેપીનભાઇ અજીતકુમાર મહેતા તાત્કાલિક અમદાવાદ થી ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યા અશ્વિનભાઇ ના ભાઇ સંજયભાઇ હાજર હોય કેપીનભાઇ અશ્વિનભાઇ બાબતે પુછતા અશ્વિનભાઇ દવાખાને ગયેલ છે અને ગાડીમા જોતા આઇ-10 ગાડી નંબર જી.જે.૧૮.બી સી.૪૨૨૧ ઉધી પડેલ હતી અને ત્યારબાદ અશ્વિનભાઇ સારવાર કરાવી આવતા અશ્વિનભાઇ ને પુછતા તેમણે જણાવ્યુ કે તલોદ થી અમદાવાદ બાજુ આવતો હતો તે વખતે એક ડમ્પર ટ્રક સામે થી આવુ હોય જેથી મારી ગાડી સાઇડ મા કરવા જતા પીલ્લર સાથે મારી ગાડી ટકરાતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને હુ બેભાન થઈ ગયેલ હતો અને જે દરમ્યાન એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા માણસો આવતા ગાડીમાંથી રૂપિયા ભરેલ પ્લાસ્ટિક નો કોથળો લઈ ગયા છે જેથી અજાણ્યા બાઈક સવાર સામે અમદાવાદ ખાતે રહેતા કેપીનભાઇ અજીતકુમાર મહેતા રહે બી,૫૦૩ માનસી ટાવર વસ્તાપુર અમદાવાદ મુળ રહે જુની પ્રકાશ સિનેમા બાજુમા તલોદ તા.તલોદ જિ. .સાબરકાંઠા દ્રારા આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અજાણ્યા બાઇક સવાર વિરૂધ્ધ આઇપીસીકલમ ૩૦૩(૨),૫૪ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!