fbpx

શેરબજારમાં કડાકો, 2 લાખ કરોડ ધોવાયા, કારણ જાણી લો

Spread the love

ભારતીય શેરબજારમાં 30 સપ્ટેમ્બરે જોરદાર ઘટાડો નોંધાયો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે. શેરબજારમાં આવેલા આ ભૂકંપને કારણે રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

આ સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સ 969 પોઈન્ટ ઘટીને 84,602ના આંકડા પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 272 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 25,906ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ઘટાડો સૌથી વધુ ઓટો, બેન્કિંગ અને એનર્જી સેક્ટરમાં જોવા મળ્યો છે. આ સિવાય રિયલ્ટી અને કેપિટલ ગુડ્સમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સેક્ટરના શેરમાં 1-1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા અઠવાડિયે શુક્રવારે એટલે કે 27મી સપ્ટેમ્બરે શેરબજાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. જ્યાં સેન્સેક્સ 85,978ના સ્તરે પહોંચી ગયો હતો. આ સાથે જ નિફ્ટી પણ 26,277ના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો.

શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન, BSE પર લિસ્ટેડ ટોપ-30 લાર્જ-કેપ કંપનીઓમાંથી 23 કંપનીઓના શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. તે લગભગ 3 ટકાના ઘટાડા સાથે રૂ. 2971 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય ICICI બેન્કનો શેર 2.36 ટકા ઘટીને રૂ. 1275 અને એક્સિસ બેન્કનો શેર 2.29 ટકા ઘટીને રૂ. 1243 થયો હતો. જ્યારે, ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સનો શેર ઘટ્યો હતો અને તે 1.50 ટકા ઘટીને રૂ. 975 થયો હતો.

શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળ ઘણા કારણો હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, મધ્ય પૂર્વમાં વધતા તણાવને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં જ ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યા કરી છે. ત્યાર પછી મધ્ય પૂર્વમાં ઘણો તણાવ છે. ઘટાડાનું બીજું કારણ વૈશ્વિક બજારો અને ખાસ કરીને એશિયન બજારની નબળાઈ પણ માનવામાં આવે છે. જ્યાં જાપાનનો નિક્કી-225 ઈન્ડેક્સ પાંચ ટકાથી વધુ ઘટ્યો છે. જ્યારે કોરિયન માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો છે.

જ્યારે બીજું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) દ્વારા ભારે વેચાણ હોવાનું માનવામાં આવે છે. 27 સપ્ટેમ્બરે પણ વિદેશી રોકાણકારોએ અંદાજે રૂ. 1,209.10 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે, 30 સપ્ટેમ્બરે પણ વેચાણની અટકળો કરવામાં આવી રહી છે. શેરબજારમાં ઘટાડા માટે આ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે.

નોંધ : શેર બજારમાં કોઈ પણ શેરમાં તમારા નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે તમારા નિષ્ણાંત સલાહકારની સલાહ લેવી આવશ્યક છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!