fbpx

‘ગાયને રાજ્યમાતાનો દરજ્જો, મહારાષ્ટ્રમાં ચૂંટણી અગાઉ શિંદે સરકારનો મોટો નિર્ણય

Spread the love

મહારાષ્ટ્રમાં ચૂંટણી અગાઉ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપી દીધો છે. આ આદેશ મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે જાહેર કરી દીધો છે. આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગ થઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય જાહેર કરતા કહેવામાં આવ્યું હતું કે, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં દેશી ગાયના દૂધની ઉપયોગિતા, આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ તેમજ જૈવિક કૃષિ પ્રણાલીઓમાં દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્રના મહત્ત્વપૂર્ણ સ્થાનને ધ્યાનમાં રાખતા દેશી ગાયોને હવેથી ગૌમાતા જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

વાસ્તવમાં સનાતન ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. સાથે જ આ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ મુજબ ગાયમાં દેવી-દેવતાઓનું નિવાસ હોય છે. તો છેલ્લા કેટલાક સમયથી ઘણા હિન્દુ સંગઠનો તરફથી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માગ કરવામાં આવી રહી હતી. તો હવે સરકારે તેમની વાત માનતા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી દીધી છે.

તેની સાથે જ મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની અધ્યક્ષતામાં આયોજિત રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયોમાં પોલીસકર્મીઓના પગારમાં 10 ટકાનો વધારો, ગ્રામ રોજગાર સેવકોનું માનદ વેતન વધારીને 8000 પ્રતિ માસ કરવું, ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ સબવેના કામમાં તેજી લાવવાનું સામેલ છે. મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, થાણે મેટ્રો રેલ પરિયોજનામાં તેજી લાવવામાં આવશે.

તો ચૂંટણી પંચની ટીમ 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે પહોંચી હતી. 2 દિવસીય મુલાકાત દરમિયાન ચૂંટણી પંચની ટીમે ઘણી રાજકીય પાર્ટીઓ અને અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં 26 નવેમ્બર અગાઉ ચૂંટણી કરાવવી પડશે કેમ કે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તૈયારીઓ બાબતે જાણકારી પણ આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 2 દિવસોમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના બધા રાજકીય પક્ષો સાથે મુલાકાત કરવામાં આવી હતી. બધા કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી. અમે તેમને ઘણા નિર્દેશ આપ્યા છે.  

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!