સુરતમાં નકલી બાબૂઓ વધી રહ્યા છે. એક બાદ એક નકલી અધિકારીઓ ઝડપાઇ રહ્યા છે. સરથાણા પોલીસ સ્ટેશનની પોલીસે હવે સુરત મહાનગરપાલિકા (SMC) નકલી કર્મચારી ઝડપી પાડ્યો છે. પોતાની જાતને વકીલ કહેતો રોહનગીરી ગોસ્વામી નામનો વ્યક્તિ SMCનો કર્મચારી ન હોવા છતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના લાઇસન્સ કાઢી આપતો હતો. આ કામ માટે તેણે 2 મહિલાઓને પણ નોકરીઓ પર રાખી હતી. છેલ્લા એક વર્ષમાં 350 કરતા વધારે FSSAIના નકલી લાઇસન્સ કાઢી આપ્યા હતા.
એક લાઇસન્સ માટે 2600 રૂપિયા કરતા વધારે લેતા હતા. આ રીતે તેમણે 9,10,000 રૂપિયા ભેગા કર્યા હતા. હાલમાં આ અંગે સરથાણા પોલીસે 2 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ખાન-પાનની દુકાનો અને કરિયાણાના દુકાનદારોએ ખાદ્ય સુરક્ષા માટેનું FSSAIનું લાઇસન્સ લેવું જરૂરી અને ફરજિયાત હોય છે. આવા લાઇસન્સ જગ્યાએ પર આપી દેવાના નામે છેતરપિંડી કરતી ટીમ સરથાણા વિસ્તારમાં એક્ટિવ થઈ હતી.
આ ટીમે ઘણા દુકાનદારો પાસેથી પૈસા લીધા હતા. ખાન-પાનની દુકાનો, ખાદ્ય વસ્તુંના કરિયાણાના દુકાનદારોને ફરજિયાત લેવું પડતું FSSAIનું લાઇસન્સ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકાના માધ્યમથી મળે છે. તેના માટે ઓનલાઈન અરજી કરી પડે છે. એવામાં આ છેતરપિંડી કરતી ટીમે છોકરીઓને કામે રાખીને મકલી લાઇસન્સ કાઢી આપવાનું કામ ચાલી રહ્યું હતું. શહેરના વિભિન્ન વિસ્તારોમાં પણ આવા લેભાગુ તત્વો સક્રિય છે. અને ખાસ કરીને સરથાણા વિસ્તારમાં ટીમ વધારે એક્ટિવ હતી.
સરથાણા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખાન-પાનની દુકાનો ચાલી રહી છે. આવી દુકાનોનો સંપર્ક કરી દુકાનદારોને અનેક પ્રકારની વાતોમાં લાવીને FSSAIનું ખોટું લાઇસન્સ મિનિટોમાં પકડાવી દેવાતા હોય છે. તેના માટે 100 રૂપિયાની ઓનલાઈન ફી અને 2680 રૂપિયાના વિવિધ ચાર્જના નામે વસૂલતા હતા. તેની રસીદો પણ આપવામાં આવતી હતી. ઘણા લોકો આ છેતરપિંડી કરનારી ટીમના ભોગ બન્યા હતા. આ અંગે સરથાણા પોલીસે તપાસ કરી હતી.
રોહન ગીરીએ કામ પર રાખેલી 3 યુવતીઓ SMCના કર્મચારીઓ જેવા આછા ભૂરા રંગનો ડ્રેસ પહેરતી હતી અને ખોટી ઓળખના આધારે દુકાનદારોને મળીવે FSSAIનું લાઇસન્સ કઢાવી આપતી હતી. પોલીસે 37 વર્ષીય રોહનગીરી અશોકગીરી ગોસ્વામી અને 2 મહિલાઓની ઘરપકડ કરી છે. રોહનગીરીએ કામ રાખેલી આ યુવતીઓ દુકાનદારો પાસે જતી ત્યારે તેઓ તેમના ડ્રેસ પરથી એમ માની લેતા કે, આ યુવતીઓ SMCની કર્મચારીઓ જ હશે. આ યુવતીઓને FSSAIના લાઇસન્સ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આરોપી રોહનગીરી ગોસ્વામીને પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, તે વકીલાતનું કામકાજ કરે. આ કામ માટે રાખેલી 2 મહિલામાંથી એક મહિલા તેની સાથે એક વર્ષથી કામ કરતી હતી. જેનો પગાર 18 હજાર રૂપિયા હતો. જ્યારે અન્ય એક મહિલા 6 મહિનાથી કામ કરતી હતી અને તેનો પગાર 12 હજાર રૂપિયા હતો. અત્યાર સુધીમાં આ ટીમે 350થી વધુ નકલી લાઇસન્સ કાઢી આપ્યા હતા. FSSAIનું લાઇસન્સ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેની ફી માત્ર 100 રૂપિયા હોય છે. રજિસ્ટ્રેશન થયા બાદ મનપા દ્વારા ચકાસણી કરીને લાઇસન્સ જાહેરી કરવામાં આવે છે. જે સંસ્થાનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ રૂપિયાથી વધુ હોય એવી સંસ્થા માટે રજિસ્ટ્રેશન ફી 2000 રૂપિયા હોય છે.