fbpx

પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતકના પરિવારજને ચેક અર્પણ કરાયો

Spread the love

પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતકના પરિવારજને ચેક અર્પણ કરાયો
–  મૃતકના પરિવાર ને ચેક અર્પણ કર્યો
– મંડળ ના પ્રમુખ-મંત્રી સહિત કારોબારી સભ્યો દ્રારા ચેક અર્પણ કર્યો
                       


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ દ્રારા આયોજીત પરિવાર કલ્યાણ નિધી યોજના અંતર્ગત મંડળ ના સભ્ય નુ અવસાન થતા તેમના પરિવારજ ને શ્રધ્ધાંજલી સાથે ચેક અર્પણ કરવામા આવ્યો હતો


     પ્રાંતિજ શહેર મા કાર્યરત સિનિયર સીટીઝન મંડળ દ્રારા તાજેતરમા મંડળના સભ્ય  દેવેન્દ્રભાઇ ફકીરચંદ્ર સથવારા નુ દુ:ખદ અવસાન થતા આ મંડળ આયોજીત પરિવાર કલ્યાણ નિધિ યોજના અંતર્ગત મૃતક ના પરિવારજનોને રૂપિયા ૧૧,૦૦૦ નો ચેક અર્પણ કરવામા આવ્યો હતો આ પ્રસંગે પ્રાંતિજ સિનિયર સીટીઝન મંડળ ના પ્રમુખ ધનજીભાઇ પટેલ  , ઉપપ્રમુખ મનુભાઇ પટેલ , મહામંત્રી રાઠોડ હસમુખભાઈ , સહમંત્રી વાળંદ રણછોડભાઈ , રસિદભાઇ પટેલ , બાબુભાઈ પંચાલ , કંચનબેન સોની , કસ્બાતી મુકુંદ ભાઇ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને મૃતક ના પરિવારજનોને સાંત્વના આપીને યોજના મા જોડાયેલા સભ્યના પરિવાર ને શોક ઠરાવ સાથે રૂપિયા-૧૧હજાર નો ચેક આપવામા આવ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!