
પ્રાંતિજ મા નબીરાએ બે એક્ટિવા , બે કાર અને એક ડાલાને ટક્કર મારી લોકોમાં ભયનો માહોલ
– ત્રણ ને ઇજાઓ પોહચતા પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– અકસ્માત ને લઈ ને ટ્રાફિક જામ થતા પોલીસ ધટના સ્થળે દોડી આવી ટ્રાફિક દુર કર્યો
– કાર માંથી દેશી દારૂ ની બે પોટલીઓ પણ મળી આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં નબીરાએ અકસ્માત સર્જીને હાહાકાર મચાવી દેતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ નાલંદા સ્કૂલ પાસે જ બેફામ કારચાલકે અડધો ડઝન જેટલા વાહનોને અડફેટે લીધા હતા બનાવમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા નબીરાની કારમાંથી દેશી દારુની પોટલીઓ પણ મળી આવી હતી દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું છે અને નબીરાએ બે એક્ટિવા બે કાર અને ડાલાને ટક્કર મારી અડફેટે લીધા હતા










રાજ્યમાં નશો કરીને બેફામ કાર ચલાવતા નબીરાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે સાબરકાંઠા ના પ્રાંતિજમાં ફરી એક વાર નબીરાનો આતંક બહાર આવ્યો છે જેમા પ્રાંતિજ તરફ થી તલોદ તરફ બેફામપણે જઇ રહેલ કાર ચલાવી રહેલા નબીરાએ બે એક્ટિવા, બે કાર અને એક ડાલાને ટક્કર મારી હતી જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાઇ ગયો હતો કારમાંથી બે જેટલી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી હતી જ્યારે નબીરાએ પણ નશો કરેલો હોવાનું બહાર આવ્યું છે નબીરાએ સર્જેલા અકસ્માતમાં સ્કૂલેથી ઘરે જતી એકિટવા સવાર વિદ્યાર્થિની ઘાયલ થઇ હતી જયારે અન્ય એક એકિટવામાં ઉપર રાસલોડ ખાતે જઇ રહેલ સાળા-બનેવી ઘાયલ થયા હતા તમામ ઈજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનો મારફતે પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા તો પ્રાંતિજ પોલીસે આરોપીને પકડી વધુ તપાસ હાથ ધરી હતી તો અકસ્માત મા વાહનોને પણ નુકશાન થયુ હતુ અકસ્માતમાં સ્કુલ માંથી છુટીને એકટીવા ઉપર ઘરે જઈ રહેલ વિધાર્થીની ને ઇજાઓ પહોચી છે જ્યારે એકટીવા ઉપર રાસલોડ ખાતે જઇ રહેલ સાળા-બનેવીને ઇજાઓ પહોંચી હતી જ્યારે રસ્તાની સાઇડ પર ઉભી રાખેલી એડવોકેટ ની કાર ને પણ અડફેટે લેતા કારને નુકશાન થયું હતું જ્યારે બાઇના મુવાડા ના પૂર્વ સરપંચ ની કાર ને પણ અડફેટે લેતા કારને નુકશાન થયું હતું તો અકસ્માત ને લઈ ને પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને રોડ ની બન્ને સાઇડ મા થયેલ ટ્રાફિક દુર કર્યો હતો અને કાર ચાલક ને કાર માંથી નશાની હાલત મા લથરીયા ખાતો બહાર કાઢયો હતો લોકો રોષે ભરાયેલ ટોળાએ કાર ચાલક ને મારવાનો પ્રયત્ન કરતા પોલીસે તેવોને રોકયા હતા અને કાર ચાલક ને પોલીસ જીપ મા લઇ ગઇ હતી
જીલ રાવલ સાબરકાંઠા

