ભારતમાં ઓનલાઇન ગેમિંગની વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બિહારનો એક વર્ષના તેજસ્વી વિદ્યાર્થીએ ગેમિંગના રવાડે ચઢીને 96 લાખ રૂપિયા હારી ગયો છે. પરિવારે પણ તેને ઘરમાંથી કાઢી મૂક્યો છે.
બિહારમાં રહેતા અને IIT JEEમાં 98 ટકા અંક મેળવનાર હિમાંશુ શર્માની એક સ્ટોરી સામે આવી છે. આ વિદ્યાર્થી ભણવામો અવ્વલ હતો અને પરિવારના લોકો તેના પર ગર્વ અનુભવતા હતા, પરંતુ હિમાંશુએ મનોરંજન અને ટાઇમ પાસે ગેમ રમવાનું શરૂ કર્યું અને 49 રૂપિયાથી તેણે શરૂઆત કરી હતી. પરંતુ ધીમે ધીમે તેને એવી લત લાગી કે તેણે પરિવારને જાણ કર્યા વગર પોતાના ખાતમાંથી રૂપિયા બેટીંગ ગેમિંગમાં નાંખવાનું શરૂ કર્યા અને આખરે હિંમાશું 96 લાખ રૂપિયા હારી ગયો. હિમાંશુની માતાએ કોર્ટમાં એફિડેવીટ કરીને કહ્યું કે,અમે તેને ઘરમાંથી કાઢી મુક્યો છે.