સોયાબીન તેલ, ડુંગળી અને ઘઉંનું દેશમાં વિક્મી ઉત્પાદન થવા છતા આ બધી ચીજોના ભાવોમાં તોતિંગ વધારો થયો છે. સોયાબીન તેલના ભાવ 13 દિવસમાં 30 ટકા વધી ગયા છે. 100 રૂપિયાથી વધીને 130 થયા. ડુંગળીના ભાવ 4 મહિનામાં 20-25થી વધીને 60 રૂપિયા થઇ ગયા છે. જ્યારે ઘઉંના લોટના ભાવમાં કિલોએ 6થી 7 રૂપિયા વધી ગયા છે.
સોયાબીન, ડુંગળી અને ઘઉંના લોટના ભાવ વધવા પાછળ સરકારી નિર્ણયો કારણભૂત છે. સરકારે ખાદ્ય તેલ પર 22 ટકા આયાત ડ્યૂટી નાંખી છે. મે મહિનામાં ડુંગળી પરની નિકાસનો પ્રતિબંધ હટાવી દીધો અને ખાલી પડેલા ગોડાઉનો ભરવા સરકારે ઘઉંની જંગી ખરીદી કરી જેને કારણે બજારમાં ઘઉંની શોર્ટેજ ઉભી થઇ