ગુજરાતના લોકોનો સૌથી પ્રિય તહેવાર નવલી નવરાત્રી 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે અને યુવાનોમાં જબરદસ્ત થનગનાટ અને ઉત્સાહ છે, કારણકે આ વખતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાતીઓ સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે.
પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ગુજરાતમાં આખી રાત ગરબા રમી શકાશે? ઘણા બધા લોકોને ખબર નથી કે, સંઘવીએ ક્યાંયે એવું નથી કહ્યુ કે, લાઉડસ્પીકર, ડીજે કે માઇક સાથે આખી રાત ગરબા રમાશે.કાયદો તો કાયદાનું કામ કરશે. પોલીસે જાહેરનામું બહાર પાડેલું છે કે, રાત્રે 10થી 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર વગાડી શકશે. રાત્રે 12 વાગ્યા પછી કાયદેસરના પગલાં લેવાશે. એટલે આખી રાત લાઉડ સ્પીકર સાથે ગરબા નહીં રમી શકશો તેનું ધ્યાન રાખજો.