fbpx

બાબર આઝમે કેપ્ટનશીપ કેમ છોડી? પોતે ખુલાસો કર્યો

Spread the love

પાકિસ્તાન ક્રિકેટની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન બાબર આઝમે ફરી એકવાર વ્હાઇટ બોલ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. 1 ઓક્ટોબરની મોડી રાત્રે, તેણે તેના X હેન્ડલ દ્વારા T20 અને ODI ટીમની કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય જાહેર કર્યો. તેણે આ પાછળ કામનું ભારણ દર્શાવ્યું હતું.

બાબરે સુકાની પદેથી રાજીનામું આપતા લખ્યું, પ્રિય ચાહકો, આજે હું તમારી સાથે કેટલાક સમાચાર શેર કરી રહ્યો છું. મેં ગયા મહિને PCB અને ટીમ મેનેજમેન્ટને આપેલી માહિતી અનુસાર પાકિસ્તાનની પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આ ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે, હું પદ છોડીને મારી ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરું. કેપ્ટનશીપ એક લાભદાયી અનુભવ રહ્યો છે, પરંતુ તેનાથી કામનું ભારણ પણ વધ્યું છે. હું મારા પ્રદર્શનને પ્રાથમિકતા આપવા માંગુ છું, મારી બેટિંગનો આનંદ માણવા માંગુ છું અને મારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માંગુ છું, જેનાથી મને ખુશી મળે છે. પદ છોડવાથી મને આગળ વધવાની સ્પષ્ટતા મળશે અને મને મારી રમત અને વ્યક્તિગત વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી મળશે. તમારા અતૂટ સમર્થન અને મારામાં વિશ્વાસ બદલ હું તમારો આભારી છું. તમારો ઉત્સાહ મારા માટે ઘણો મહત્વનો છે. અમે સાથે મળીને જે કંઈ કર્યું છે તેના પર મને ગર્વ છે અને એક ખેલાડી તરીકે ટીમમાં યોગદાન આપવા માટે હું ઉત્સાહિત છું. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર.

એક વર્ષમાં આ બીજી વખત છે, જ્યારે બાબરે ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપ્યું છે. ગયા મહિને ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતની યજમાનીમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આ પછી બાબરે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી, T20 ટીમની કમાન શાહીન આફ્રિદીને સોંપવામાં આવી હતી, પરંતુ માત્ર એક શ્રેણી (પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ) પછી, PCBએ ફરી એકવાર બાબરને જવાબદારી સોંપી દીધી હતી.

નવેમ્બર 2023માં ODI વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી પાકિસ્તાને એકપણ ODI રમી નથી. જ્યારે, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાની પછી કોઈ T20 શ્રેણી રમાઈ નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, બાબર પછી બોર્ડ વ્હાઇટ બોલ ફોર્મેટની જવાબદારી કોને સોંપશે. ટેસ્ટ ફોર્મેટની વાત કરીએ તો બાબર પછી શાન મસૂદને ટીમની કમાન સોંપવામાં આવી છે. જોકે, અત્યાર સુધી તે કેપ્ટન તરીકે પોતાની ક્ષમતા સાબિત કરી શક્યો નથી. તાજેતરમાં બાંગ્લાદેશે તેની ટીમને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-2થી ક્યારેય ન ભુલાય તેવી હાર આપી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!