લોકસભા 2024ની ચૂંટણી પુરી થયાને પણ 3 મહિના પુરા થવા આવ્યા છતા હજુ ભાજપ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરી શકી નથી. જાણવા મળેલી વિગત મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે ભાજપ અને RSS વચ્ચે ભારે ખેંચતાણ ચાલી રહી છે.
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સંજય જોશીનું નામ સુચવ્યુ હતુ, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે આ નામ પર ચોકડી મુકી દેતા, RSSએ હવે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું નામ આગળ ધરી દીધું છે. સોશિયલ મીડિયા પર લોકો વસુંધરાને અભિનંદન પણ પાઠવી રહ્યા છે, પરંતુ રાજે સાથે પણ PM અને અમિતશાહને અણબનાવ છે. અમિત શાહે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ મુક્યું છે.