fbpx

38 રૂપિયાનો આ શેર 800 પર પહોંચી ગયો, 5 વર્ષમાં 21 ગણા થઈ ગયા પૈસા

Spread the love

શેર બજારમાં કારોબાર જોખમી માનવામાં આવે છે, પરંતુ તેમાં કેટલાક સ્ટોક્સ એવા છે, જે રોકાણકારોને માલામાલ કરનારા સાબિત થયા છે. તેમાંથી કેટલાકે લોંગ ટર્મના રોકાણકારોના ખોળા ભર્યા છે, તો કેટલાકે ખૂબ જ ઓછા સમયમાં મલ્ટીબેગર સ્ટોક બનીને બહાર આવ્યા છે. એવું જ એક નામ મેટલ સ્ટોક્સ Jindal Stainlessનું છે, જેણે માત્ર 5 વર્ષમાં જ પોતાના રોકાણકારોને 2000 ટકા કરતા વધુનું રિટર્ન આપ્યું છે. આવો જાણીએ કે રીતે શેરની ચાલ અને રોકાણકારોને કેટલો નફો થયો.

5 વર્ષમાં જ પોતાના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બનેલા Jindal Stainlessના શેર અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસે લગભગ 2 ટકાની ઉછાળ સાથે જ 797 રૂપિયા પર જઇ પહોંચ્યા. પોતાના પાછલા બંધની તુલનામાં લીડ સાથે તે 779.55 રૂપિયા પર ખૂલ્યા હતા. છેલ્લા 5 વર્ષમાં તેણે પોતાના રોકાણકારોને શાનદાર 2057 ટકાનું રિટર્ન આપતા માલામાલ કરી દીધા છે. 26 સપ્ટેમ્બર 2019ના રોજ Jindal Stainless Ltdના શેરની કિંમત માત્ર 38 રૂપિયા હતી, જે હવે 797 રૂપિયા પર પહોંચી ચૂકી છે.

આ હિસાબે કેલ્ક્યુલેશન કરીએ તો જો કોઈ રોકાણકારે 5 વર્ષ અગાઉ આ મેટલ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે અને તેને અત્યાર સુધી હોલ્ડ રાખ્યું હશે તો તેની રકમ વધીને અત્યાર સુધી 21,57,000 રૂપિયા થઈ ગઈ હશે. Jindal Stainlessના શેરનું છેલ્લા 5 વર્ષમાં પરફોર્મન્સને જોઈએ તો વર્ષ 2019થી વર્ષ 2021 સુધી એ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધ્યા, ત્યારબાદ વર્ષ 2022માં તેમાં સામાન્ય તેજી આવવાની શરૂ થઈ અને 30 સપ્ટેમ્બર 2022ના રોજ તેનો ભાવ 125 રૂપિયા સુધી પહોંચી ગયો. પરંતુ ત્યારબાદ 2023ની શરૂઆતમાં જ Jindal Stainlessના શેર રેસ લગાવતા નજરે પાડવા લાગ્યા અને પછી પાછળ ફરીને નથી જોયું.

આ વર્ષની વાત કરીએ તો આ શેરે 848 રૂપિયા પોતાનો 52 વીક હાઇ લેવલ સ્પર્શી લીધું. છેલ્લા 5 વર્ષમાં જ્યાં રોકાણકારોને 2000 ટકા કરતા વધુનું મલ્ટીબેગર રિટર્ન મળ્યું છે તો વર્ષમાં Jindal Stainless શેરની કિંમતમાં 70 ટકાનો ઉછાળ આવ્યો છે. તો છેલ્લા 5 દિવસોમાં તેમાં તેજીનો સિલસિલો ચાલુ છે. શેરમાં આવેલા આ ઉછાળાના કારણે કંપનીના માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ વધારો થયો છે અને એ વધીને 65170 કરોડ રૂપિયાના સ્તર પર પહોંચી ગયા છે.

Jindal Stainless લિમિટેડ ભારતની પ્રમુખ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદક કંપની છે. ન માત્ર રાષ્ટ્રીય, પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આ કંપનીની મજબૂત પકડ છે. કંપનીના સ્ટોકમાં સતત તેજીના કારણે બ્રોકરેજ પણ શેરને લઈને બુલિશ છે અને નવો ટારગેટ આપી રહ્યા છે. ICICI સિક્યોરિટીઝે રોકાણકારોને આ સ્ટોક ખરીદવાની સલાહ આપતા અનુમાન જાહેર કર્યું છે કે Jindal Stainless શેર 955 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે. તો બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરે તેના 836 રૂપિયાનો નવો ટારગેટ આપ્યો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!