fbpx

CM આતિશી BJP નેતાની કારમાં બેસી ગયા; AAP મંત્રીએ BJP નેતાના પગ કેમ પકડ્યા?

Spread the love

શનિવારે આમ આદમી પાર્ટી અને BJPના ધારાસભ્યો બસ માર્શલોને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે LG ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન દિલ્હીના CM આતિશી પણ તેમની સાથે હતા. LG ઓફિસ જતી વખતે એક ફની વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં CM આતિશી BJP નેતા વિજેન્દ્ર ગુપ્તાની કારમાં બેસી ગયા હતા. આ દરમિયાન વિજેન્દ્ર ગુપ્તા બીજી ગાડીમાં બેસવા માટે આગળ વધ્યા હતા. AAP નેતાઓએ વિજેન્દ્ર ગુપ્તાને CM આતિશી સાથે બેસીને કારમાં જવાનું કહ્યું હતું. પરંતુ તે કારમાં બેઠા ન હતા. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, કેબિનેટ નોટ પાસ થયા પછી BJPના ધારાસભ્યો સચિવાલયમાંથી ભાગવા લાગ્યા હતા. પરંતુ મંત્રી સૌરભ ભારદ્વાજે તેમના પગ પકડીને રોક્યા હતા.

જાહેર પરિવહન બસોમાં માર્શલ તરીકે તૈનાત 10,000થી વધુ નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને આપત્તિ વ્યવસ્થાપન ફરજો માટે તૈનાત કરવામાં આવ્યા હોવાનો નાગરિક સંરક્ષણ નિર્દેશાલયે વાંધો ઉઠાવ્યા પછી ગયા વર્ષે દૂર કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની સાથે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે વિજેન્દ્ર ગુપ્તાને ઘેરી લીધા હતા. આ દરમિયાન બધા તેમને કારમાં બેસવા વિનંતી કરી રહ્યા હતા. વિનંતી કરતી વખતે વિજેન્દ્ર ગુપ્તા હસતા હસતા આગળ વધ્યા અને સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ગુપ્તાજી ભાગી રહ્યા છે. આ સાંભળ્યા પછી જ્યારે વિજેન્દ્ર ગુપ્તા ફરી કાર પાસે પહોંચ્યા તો આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની સામે હાથ જોડીને તેમને કારમાં બેસવા અને તેમની સાથે આવવા વિનંતી કરી. આ દરમિયાન મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, હાથ ન જોડો પણ પગ પકડો. આમ કહી સૌરભ ભારદ્વાજે પોતે વિજેન્દ્ર ગુપ્તાના પગ પકડી લીધા હતા.

હકીકતમાં, તેઓ દિલ્હીની બસોમાં 10 હજાર માર્શલોને પુનઃસ્થાપિત કરવાને લઈને આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ માટે CM આતિશી અને આમ આદમી પાર્ટીને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો કે, CM આતિશીએ આ ચાલ પલટી નાખી અને પોતે BJP નેતાની કારમાં બેસી ગયા હતા.

તેમણે BJP નેતા વિજેન્દ્ર ગુપ્તાને માર્શલોની પુનઃસ્થાપના માટે તેમની સાથે LG પાસે જવા કહ્યું. પરંતુ BJPના નેતાઓ આગળ નીકળી ગયા અને સૌરભ ભારદ્વાજની સાથે AAPના ઘણા નેતાઓ તેમને કારમાં બેસાડવાનો પ્રયાસ કરતા રહ્યા, પરંતુ તેઓ બેઠા નહીં. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે BJP નેતાના પગ પણ પકડી લીધા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!