fbpx

એક્ઝિટ પોલ આવી ગયા, જાણો જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોની સરકાર બનશે

Spread the love

જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. રિઝલ્ટ 8 ઓક્ટોબરે આવવાનું છે, તે પહેલા આજે એક્ઝિટ પોલના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલ જોતા તો એવું લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસની સરકાર આવવાની છે અને જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર આવવાની છે.

તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા છે, જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. જો કે આ વખતે એન્જિનિયર રશીદની અવામી ઇત્તેહાદ પાર્ટી મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

એક્ઝિટ પોલની વાત કરીએ તો ઈન્ડિયા ટુડે-સી વોટરના રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને 40-48 સીટ મળી શકે છે, જ્યારે ભાજપના હાથમાં 27-32 સીટ આવી શકે છે. PDP પણ 6-12 સીટ જીતી શકે છે. અન્યના ખાતામાં 6-11 સીટ આવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા 46 સીટની જરૂર પડે છે.

ભાસ્કર રિપોર્ટર્સ પોલના એક્ઝિટ પોલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને 35-40 સીટ મળી શકે છે, જ્યારે ભાજપના હાથમાં 20-25 સીટ આવી શકે છે. PDP પણ 4-7 સીટ જીતી શકે છે. અન્યના ખાતામાં 12-18 સીટ આવી શકે છે.

રિપબ્લિક-ગુલિસ્તાન ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને 28-30 સીટ મળી શકે છે, જ્યારે ભાજપના હાથમાં પણ 28-30 સીટ આવી શકે છે. PDP પણ 5-7 સીટ જીતી શકે છે. અન્યના ખાતામાં 3-6 સીટ આવી શકે છે.

હરિયાણાની વાત કરીએ તો  ભાસ્કર રિપોર્ટર્સ પોલના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 44-54 સીટ મળી શકે છે. ભાજપને 19-29 સીટ મળી શકે છે. JJPને 0-1 સીટ અને INLDના ખાતામાં 1-5 સીટ આવી શકે છે.

રિપબ્લિક મેટ્રિઝના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 55-62 સીટ મળી શકે છે. ભાજપને 18-24 સીટ મળી શકે છે. JJPને 0-3 સીટ અને INLDના ખાતામાં 3-6 સીટ આવી શકે છે.

મેટ્રિઝના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 55-62 સીટ મળી શકે છે. ભાજપને 18-24 સીટ મળી શકે છે. JJPને 0-3 સીટ અને INLDના ખાતામાં 3-6 સીટ આવી શકે છે.

પીપલ્સ પ્લસના એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 49-61 સીટ મળી શકે છે. ભાજપને 20-32 સીટ મળી શકે છે. JJPને 0-1 સીટ અને INLDના ખાતામાં 2-3 સીટ આવી શકે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!