રાજકીય રણનિતકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરે હવે પ્રધાનમંત્રી અને ગુજરાત પર નિશાન સાધ્યું છે. 3,000 કિ.મીની પદયાત્રા પછી પ્રશાંત કિશોરે જન સુરાજ નામની પોલિટિકલ પાર્ટી ઉભી કરી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, દેશની બધી સંપત્તિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મોકલી દીધી છે.
કિશોરે કહ્યું કે, તમારા અને મારા જેવા લોકોએ PM મોદીના ભાષણો સાંભળીને તેમને મત આપ્યા હતા. કારણકે તે વખતે એવું લાગ્યું હતું કે તેમણે ગુજરાતના વિકાસ માટે ઘણું કર્યું છે, ખરેખર ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે.
જે પ્રશાંત કિશોર ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રહીને રાજકારણની રણનીતિ શીખ્યા એ જ પ્રશાંત કિશોર હવે ગુજરાત વિશે વાત કરી રહ્યા છે. પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદી સાથે અનેક ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી.