બદલાતા લાઈફ કલ્ચરે દરેક સંબંધોને પણ બદલીને રાખી દીધા છે, આજે દુનિયામાં ખૂબ ઓછા એવા લોકો હશે કે જેઓ કોઈ પણ મતલબ વગર વાત કરતા હોય. જો કે આ સમયમાં માણસ મિત્રતા પણ મતલબ જોઈને જ કરે છે. એવામાં આપણા મનમાં સવાલ થાય કે એક સારો વ્યક્તિ કેવો હોય. અને તેની ઓળખ કેવી રીતે કરી શકાય, તે સવાલ હંમેશા મૂંઝવણ ઉભી કરે છે.
જો કે ઘણા લોકો અમીર બની જાય છે નામ અને પૈસા કમાઈ લે છે પણ એક સારા માણસ બની શકતા નથી. આ દરમિયાન સલમાન ખાનના પિતા સલીમ ખાનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે સારા માણસની ઓળખાણ માટે વ્યક્તિના 2 ગુણ જણાવ્યા છે. આ ગુણ જાણ્યા પછી તમે પણ કહેશો કે વાતમાં દમ તો છે.
પહેલી ક્વોલિટી- મિત્ર જૂનો હોય
વાયરલ થયેલા વિડીયોમાં સલમાન ખાનના પિતા સલીમ ખાનને પૂછવામાં આવે છે કે તમારા મત મુજબ સારા માણસની ઓળખ શું હોય છે તો તેનો પહેલો અને સીધો જવાબ હોય છે કે ‘સારો માણસ તે છે કે જેનો મિત્ર જૂનો હોય’
મિત્રતાને લઈને કહેવાય છે કે તે જેટલી જૂની હોય તેટલી જ મજબૂત હોય છે. સંઘર્ષ દરમિયાન મળેલો મિત્ર સફળતા મળતા ગુમ થઇ જાય છે. પરંતુ એક સારી વ્યક્તિ દરેક સમયે મિત્રની સાથે રહે છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે શ્રીકૃષ્ણ-સુદામાની મિત્રતા. મહેલોમાં રહેનાર શ્રીકૃષ્ણ તેના બાળપણના મિત્ર સુદામાને એટલું જ સન્માન આપતા હતા, જેટલો તેમની બાળપણની મિત્રતામાં પ્રેમ હતો.
બીજી ક્વોલિટી- નોકર જૂનો હોય
સલીમ ખાને તેમના વિડીયોમાં જૂના મિત્ર ઉપરાંત સારા વ્યક્તિની ઓળખ માટે બીજી એક ક્વોલિટી પણ જણાવી છે. સલમાન ખાનના પિતાએ કહ્યું કે મિત્રની સાથે ઘરનો નોકર જૂનો પણ હોય તે સારા વ્યક્તિની ઓળખ છે.
સમજવા જેવી વાત એ છે કે જ્યારે વ્યક્તિ સફળતાની સીડી પર આગળ વધે છે તો તેની આસપાસ ઘણા બદલાવ આવે છે. સંઘર્ષના સમયે સાથ આપનાર નોકર પણ સમયની સાથે બદલાય જાય છે. તમે ઘણીવાર ફિલ્મોમાં જોયું હશે કે ઘરમાં એક નોકર એવો હોય છે કે તે ખૂબ જૂનો હોય. તેનો સીધો મતલબ વિશ્વાસ અને લગાવથી છે. સારો વ્યક્તિ સમય બદલાતા સંબંધ બદલતો નથી.
પોઝીટીવ રહેવું તે પણ એક ઓળખ
જો આપણે એક સારા વ્યક્તિની અન્ય ક્વોલિટી પર વાત કરીએ તો લાઈફને પોઝીટીવ રીતે જોવી તે પણ એક સારો ગુણ છે. એક યોગ્ય વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં હકારાત્મક રહે છે અને નકરાત્મકતાને સરળતાથી દૂર પણ કરી દે છે. એકદમ ખરાબ સમયેમાં પણ પોઝીટીવ રહીંને એક સમજદાર અને સારા વ્યક્તિનું ઉદાહરણ પૂરું પાડે છે. કોઈની સામે ફરિયાદ કરવી તે તેના સ્વભાવમાં હોતું નથી.
સંબંધો પ્રત્યે વફાદાર રહે છે
જેમ સલમાન ખાનના પિતાએ કહ્યું કે જૂનો મિત્ર અને જૂનો નોકર હોવો જોઈએ. એવી જ રીતે એક સારા વ્યક્તિની ખાસિયત છે કે તે તેના સંબધને લઈને ઘણો સીરિયસ હોય છે. પરિવાર સાથેનો કોઈપણ સંબંધ તેના માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. મુશ્કેલ સમયમાં સબંધ તોડવાની બદલે જાળવી રાખવામાં વિશ્વાસ કરે છે.