fbpx

સાબરકાંઠા જિલ્લામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન સપ્તાહની ઉજવણી તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન કરાશે.

Spread the love

સાબરકાંઠા જિલ્લામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન સપ્તાહની ઉજવણી તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન કરાશે.

જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની એક દિવસીય તાલીમ યોજાઈ

  સાબરકાંઠા જિલ્લામાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આર.ટી.આઇ) સપ્તાહ તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ઉજવણી કરાઇ રહી છે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ચારણગઢવીની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઈ હતી.

 

 આ તાલીમમાં કલેકટર શ્રી એ જણાવ્યું હતું કે, માહિતી અધિકાર અધિનિયમ  થકી નાગરિકો બોલતા થયા છે, વિચારતા થયા છે અને પ્રશ્ન પૂછતા થયા છે. લોકશાહી વહીવટમાં પારદર્શિતા લાવનાર આ કાયદો ખરેખર ખૂબ જ અગત્યનો અને લોકાભીમુખ કાયદો છે. આરટીઆઇ નો જવાબ સમય મર્યાદામાં રજૂ કરવો ખૂબ જરૂરી છે.
 વધુમાં કલેકટર શ્રી એ જણાવ્યું કે, આપણે લોકશાહી વ્યવસ્થા ધરાવીએ છીએ લોકોનું લોકો માટે ચાલતું આ તંત્ર છે. માટે જાહેર જનતાને લગતી માહિતી જાહેર કરવી ખૂબ જરૂરી છે. હાલમાં ટેકનોલોજીનો જમાનો છે ત્યારે આપણે તમામ કામગીરી જે જાહેર કરવા યોગ્ય છે તે વેબસાઈટના માધ્યમ દ્વારા પોર્ટલ પર મુકવા અધિકારીઓને ઉદાહરણ આપી સમજાવ્યું હતું.  વધુમાં ઉમેર્યું કે કોઈ અરજદારે ભૂલથી ખોટા વિભાગને કે ખોટી જગ્યાએ અરજી કરી હોય ત્યારે જે તે અરજદારને તે અરજી તબદીલ કરતા જણાવો કે તમે આ અધિકારીને તેની અરજી તબદીલ કરી રહ્યા છો. માહિતી આપવાથી ઘણા બધા નાગરિકો અને અધિકારીઓનો સમય બચશે તેમજ આ કાયદાનો યોગ્ય અમલ કરવાથી વહીવટમાં પારદર્શિતા આવશે. 

આર.ટી.આઇ સપ્તાહની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નર શ્રી હીરાલાલ સામળિયા, ગુજરાત માહિતી આયોગના શ્રી સુભાષ સોનીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી આ તાલીમમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


 આ તાલીમમાં અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, હિંમતનગર પ્રાંત શ્રી, જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ   અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.










This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!