fbpx

સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ

Spread the love

સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતે વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ

અપાયુ

સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૯,૬૬૧ વિદ્યાથિર્નીઓને અપાશે રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ

                સાબરકાંઠા જિલ્લામાં ભોલેશ્વર પ્રાથમિક શાળાની વિધ્યાર્થીનીઓને સાબર સ્ટેડિયમ,હિંમતનગર ખાતે સાંસદશ્રી શોભનાબેન બારૈયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત સ્વ રક્ષણની વિવિધ ટેકનીક શીખવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર શિક્ષા સાબરકાંઠા ગર્લ્સ એજયુકેશન યુનિટ અંતર્ગત જિલ્લાની ૬૪૯ ઉચ્ચ પ્રાથમિક શાળા, ૨૪ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ૧૬ પી.એમ.શ્રી શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કન્યાઓ માટે એક સપ્તાહના ૩ સેશન, એક માસના ૧૨ સેશન એમ કુલ ૩ માસના ૩૬ સેશનની તાલીમનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી હિંમતનગર ધ્વારા નકકી થયેલ એજન્સી ધ્વારા કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી ૨૯,૬૬૧ વિદ્યાથિર્નીઓને રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અપાશે. જિલ્લા પ્રાથમિક  શિક્ષણાધિકારીશ્રીના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં દીકરીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ સામે કન્યાઓને પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો, કરાટે તેમજ સ્થાનિક પરિસ્થિતી મુજબની તાલીમ આપવામાં આવશે. સ્વ રક્ષણની તાલીમ લઈ કન્યાઓ શારિરીક, માનસિક, બૌધિક રીતે મજબુત બનશે.    

આ કાર્યક્રમમાં ડી.પી.ઈ.ઓ.શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય,રમતગમત અધિકારીશ્રી ત્રિવેણી સરવૈયા, રમતગમત અધિકારીશ્રી એમ.એમ.ચૌધરી, ગર્લ્સ એજયુકેશન યુનિટ સમગ્ર શિક્ષાના કો.ઓર્ડિનેટરશ્રી મિનાક્ષી પરમાર તેમજ વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!