કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બે દિવસમાં તેમણે અનેક લોકાપર્ણના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને એક નવો ટાર્ગેટ આપી દીધો હતો, જેને કારણે અધિકારીઓ ધંધો લાગી ગયા છે.
અમિત શાહે કહ્યું કે હવે AMCએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવું જોઇએ. તેમણે કહ્યું કે, વર્ષ 2023માં સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇંદોર અને સુરતે પહેલો રેન્ક શેર કર્યો હતો. પહેલા વર્ષે કદાચ પરિણામ ન મળે, પરંતુ AMCએ ટોચના નંબર માટે બે વર્ષનો લક્ષ્યાંક રાખવો જોઇએ અને તેના માટે અત્યારથી કામ શરૂ કરી દેવું જોઇએ.
અમિત શાહે કીધું છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કામે વળગી ગયા છે અને લાગે છે કે 2 વર્ષમાં અમદવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર પહોંચે તો નવાઇ નહીં લાગશે.