લોકસભા 2024ની ચૂંટણીમાં ભલે મુકેશ દલાલ ભાજપની ટિકિટ પર બિનહરિફ જીતી ગયા હોય, પરંતુ તેમનો સઘર્ષ શરૂ થઇ ગયો છે. સાંસદ બન્યાના 5 મહિના પછી પણ મુકેશ દલાલને તેમના પુરોગામી દર્શના જરદોશનું કાર્યાલય ટ્રાન્સફર થઇ શકતું નથી. સરકારી સિસ્ટમ સામે સાંસદ પોતે લાચાર થઇ ગયા છે તો સામાન્ય માણસોનું તો શું થતું હશે તે એક સવાલ છે.
અઠવાલાઇન્સ વિસ્તારમાં ભાજપના પૂર્વ સાંસદ દર્શના જરદોશનું કાર્યાલય આવેલું છે. મુકેશ દલાલ સાંસદ બન્યા પછી દર્શના જરદોશે તો કાર્યાલય ખાલી કરી દીધું, પરંતુ તંત્રએ હજુ દલાલને કબ્જો આપ્યો નથી. સુરત જિલ્લા કલેક્ટરનું કહેવું છે કે,સ્ટ્રકચરલ સ્ટેબિલીટીનો ઇશ્યું છે એટલે કાર્યાલય ફાળવાયું નથી. તો બીજી તરફ મુકેશ દલાલે જાતે સ્ટ્રકચરલ સ્ટેલિલિટીના સર્વે કરાવ્યો તો તેમાં કોઇ સમસ્યા જણાઇ નથી.