આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે ભારે કન્ફયુઝન ઉભું થયું હતું. કોઇ કહેતું કે 31 ઓકટોબરે દિવાળી છે તો કોઇ 1 નવેમ્બરની વાત કરતું હતું. હવે ઇંદોરમાં ધર્માચાર્યોના બેઠકમાં નક્કી કરી દેવામાં આવ્યું છે કે આ વખતે દિવાળી 1 નવેમ્બરે ઉજવણી કરવી યોગ્ય રહેશે.
ધર્માચાર્યોએ કહ્યું કે, અલગ અલગ પંચાગોને કારણે આ વખતે દિવાળીની તારીખ વિશે વિમાસણ પેદા થઇ, પરંતુ ઇંદોરમાં ધર્માચાર્યોની બેઠકમાં આ બાબતે ઉંડાણપૂર્વકની ચર્ચાને અંતે નિર્ણય લેવાયો છે કે દિવાળી 1 નવેમ્બરે રહેશે, કારણકે, 1લી નવેમ્બરે પ્રશસ્ત નક્ષત્રની સાથે આયુષ્યમાન અને પ્રીતિ યોગ પણ જોડાયેલા રહેશે. ધર્મ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, જો પ્રદોષ કાળમાં અમાવસ્યાની તિથી હોય તો તે દિવસે દીપ પર્વ એટલે લક્ષમી પૂજન કરવું યોગ્ય છે.