
પ્રાંતિજ ના સોનાસણ મા રાત્રી દરમ્યાન ત્રસ્કરો ત્રાટક્યા
– સોસાયટી ના રહીશો જાગી જતા તસ્કરો ઉભી પુછડીએ ભાગ્યા હતા
– સોસાયટી ના રહીશો ગ્રામજનો દ્રારા રાત્રીના પોલીસ પેટ્રોલિંગ સધન કરવા માંગ
– તસ્કરો મકાન આગળ લાગેલ સીસીટીવી કેમેરા મા કેદ
સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકાના સોનાસણમાં રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી તો સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ઉભી પુછડીએ ભાગ્યા હતા તો ધર આગળ લાગેલ સીસીટીવી કેમરામા તસ્કરો કેદ







પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની સૂર્યોદય સોસાયટીમાં મંગળવારે રાત્રે તસ્કર ટોળકીએ ધાડ પાડી હતી જેમા સોસાયટીમાં ચોરી કરવાના ઇરાદે આવેલી 5-6 તસ્કરોની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતા અને રાત્રી દરમિયાન સ્થાનિક રહીશો જાગી જતાં તેમણે તસ્કરોને જોતા બુમાબુમ કરતા સોસાયટી ના અન્ય રહીશો પણ જાગી ગયા હતા લોકોએ બૂમાબૂમ કરતાં તસ્કર ટોળકી અંધારાનો લાભ લઈને ઉભી પુછડીએ ભાગી ગયા હતી તો ચોરી કરવા આવેલ તસ્કરો મકાન આગળ લાગેલ સીસીટી કેમરા મા કેદ થયા હતા અને પાંચ થી છ તસ્કરો આવ્યા હોવાનુ સીસીટીવી ફૂટેજ ને લઈ ને માલુમ પડયુ હતુ તો રાત્રી દરમ્યાન તસ્કરો આવતા હાલતો સોસાયટી ના રહીશો સહિત ગામજનો ની ઉધ ઉડી ગઈ છે અને પ્રાંતિજ પોલીસ દ્રારા રાત્રી નુ પોલીસ પેટ્રોલિંગ સધન કરવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા

