
પ્રાંતિજ ના સાંપડ ખાતે રેતી ભરેલ વાહનો આવતા ગ્રામજનોએ રોકયા
– શાળા તથા ગામમાંથી રેતી ભરેલ વાહનો પ્રસાર થતા ગ્રામજનો નો ગુસ્સો સાતમા આસમાને
– રેતી ના વાહનોને વૈકલ્પિત રસ્તો આપવા માંગ
– હજુએ કેટલાય વાલીઓ બાળકોને શાળાએ મોકલતા નથી
– શાળાએ ના જતા બાળકો ના શિક્ષણ ઉપર અસર
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સાંપડ ખાતે રેતી ભરેલ વાહનોને લઈ ને ગ્રામજનો નો ધુસ્સો સાતમા આસમાને હોય અને થોડા દિવસ બાદ ફરી રેતી ભરેલ વાહનો ચાલુ થતા રેતી ભરેલ વાહન રોકી પરત નદીમા મોકલ્યા તો ખાન ખનીજ વિભાગ ને તથા પ્રાંતિજ પોલીસ સહિત ની કચેરીઓમા જાણ કરી પણ કોઇ ફરકયુ જ નહી






પ્રાંતિજ ના સાંપડ ખાતે રેતી ભરેલ ટ્રેક્ટર-ડમ્પર ગામમાંથી સ્કુલ આગળથી પ્રસાર થતા સ્કુલ મા જતા બાળકોને અકસ્માતો ને લઈ ને વાલીઓ તથા ગ્રામજનો દ્રારા બાળકોને સ્કુલ મા નહી મોકલી ખાન ખનીજ વિભાગ તથા પ્રાંતિજ પ્રાંન્ત કચેરી મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામા આવી છે છતાંય તંત્ર દ્રારા કોઈ વૈકલ્પિત રસ્તો ના આપતા કે કોઇ પણ રીતે રસ્તાને લઈ ને જાહેરનામુ પ્રસિધ્ધ ના કરતા હાલતો થોડા દિવસ ની બ્રેક બાદ ફરી રેતી ભરેલ વાહનો રોડ ઉપર ગામમા તથા શાળા આગળ દોડતા થતા ગ્રામજનો અને વાલીઓ દ્રારા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ટર્બા રોકયા હતા અને ખાન ખનીજ વિભાગ તથા પ્રાંતિજ મામલતદાર કચેરી તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જાન કરી હતી પણ ખાન ખનીજ વિભાગ કે કોઈ પણ તંત્ર નો અધિકારી સમ ખાવા પણ સ્થળ મુલાકાત લીધી નહી અને કોઇ અધિકારી ના ફરકતા રેતી ભરેલ ટ્રેક્ટર તથા ડમ્પર ગામજનોએ પ્રસાર થવા દીધા ના હતા અને નદી મા પરત ફર્યા હતા અને ત્યા ખાલી કર્યા હતા તો હજુએ વાલીઓ પોતાના બાળકોની સલામતી ને લઈ ને હજુએ વિધાર્થીઓને શાળાએ મોકલતા ના હોવાનુ પણ જણાવી રહ્યા હતા જેને લઈ ને બાળકોના અભ્યાસ ની સાથે બાળકો ના ભાવી ઉપર પણ મોટી અસર જોવા મલી રહી છે એ ત્યારે તંત્ર દ્રારા તાત્કાલિક આ પ્રશ્નને લઈ નો નિકાલ નહી કરવામા આવે તો ગ્રામજનો કદાચ કાયદો હાથમા લઈ કઈ ના કરવાનુ કઇક કરી બેસે તો જવાબદારી કોના સિરેરહેશે ત્યારે તંત્ર દ્રારા ઝડપી વૈકલ્પિત રસ્તો મજુર કરી રેતી ભરીને વહન કરતા વાહન ચાલકો અલગથી વૈકલ્પિત રસ્તો ફાળવવામા આવે તેવી માંગ હાલતો ઉઠવા પામી છે
જીલ રાવલ સાબરકાંઠા
