
પ્રાંતિજમાં મોબાઈલ રિપેરિંગની દુકાનમાં આગ
– શોર્ટ સર્કિટ ને લઈ ને આગ લાગી હોવાનુ પ્રાથમિક તપાસ મા બહાર આવ્યુ
– પ્રાંતિજ ફાયર બ્રિગેડે ટીમ ધટના સ્થળે દોડી જઇ આગ હોલવી
– મોબાઈલ , બેટરી, ચાર્જર , વાયરો સહિત આગમા બળીને સ્વાહા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ બજારચોક સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મોબાઇલ ની દુકાનમા રાત્રીના સમયે આગલાગતા દુકાનમા રહેલ બધોજ માલસામાન આગમા બળી ને સ્વાહા








પ્રાંતિજ બજારચોક વિસ્તાર મા આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ બ્રહ્માણી મોબાઈલ રિપેરિંગની દુકાનમાં મંગળવારે રાત્રીના અંદાજે- ૧૦ કલાક ની આસપાસ રાત્રે શોર્ટ સર્કિટ ને લઈ ને દુકાન મા આગ લાગી હતી અને આગલાગવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા સ્થાનિક લોકોએ તરત જ દુકાન માલિક તથા પ્રાંતિજ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી જેમા પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ ના કેપ્ટન મુકેશભાઇ પરમાર , ગોપાલભાઈ પટેલ , અનિલભાઈ સહિત ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી તો આગ લાગવાને લઈ ને પ્રાંતિજ વિજકંપની ના જુનિયર સાગર સોની ને ફોન કરતા તેવોએ તાત્કાલિક વિજ પ્રવાહ બંધ કરાવ્યો હતો અને તાત્કાલિક વિજકંપની ના કર્મચારી શભુભાઇ રાવલ ને મોકલી આવ્યા હતા તો દુકાન માલિક પણ આવી જતા શટર ના તાળા ખોલી શટલ ઉચુ કરતા મોટો ભડકો જોવા મલ્યો હતો તો પ્રાંતિજ ફાયર ટીમ દ્રારા સતત પાણીનો મારો ચાલુ કરી આગ હોલવવામા આવી હતી તો દુકાન માલિક ને અંદાજે પાંચ લાખ ઉપર નુકસાન થયુ હોવાનુ દુકાન માલિક દ્રારા જાણવા મલ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા

