fbpx

આ 2 ખેલાડીની હવે ભારતીય ટીમમાં વાપસી મુશ્કેલ, લેવો પડી શકે છે સંન્યાસ

Spread the love

ભારત અને બાંગ્લાદેશ સીરિઝમાં ભારતે ભવ્ય જીત મેળવી લીધી છે. આ દરમિયાન હવે એ પણ લગભગ લગભગ નક્કી થઈ ગયું છે કે એક જમાનામાં ભારતીય ટેસ્ટ ટીમના સ્તંભ કહેવાતા 2 ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય કરિયર ખતમ થઈ ગયું છે. બની શકે કે જલદી જ તેમની તરફથી સંન્યાસની જાહેરાત કરી દેવામાં આવે.

BCCI તરફથી જ્યારે દુલિપ ટ્રોફી માટે 4 ટીમોની જાહેરાત કરવામાં આવી, ત્યારે એ ટીમમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાનું નામ સામેલ નહોતું. ત્યારબાદ જ આ બંનેને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. ભારતીય ટીમમાં તો લગભગ 15 ખેલાડીઓની પસંદગી થાય છે, પરંતુ દુલિપ ટ્રોફી માટે લગભગ 50 ખેલાડી સિલેક્ટ થયા હતા, પરંતુ કોઈ પણ ખેલાડી ભારતના ટોપ 50માં પોતાની જગ્યા બનાવી ન શક્યો તો પછી તેમની ભારતીય ટીમાં વાપસી લગભગ અસંભવ થઈ જાય છે. જો કે, આશા હતી કે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારા બાંગ્લાદેશ સામે રમતા નજરે પડી શકે છે.

ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની ખાસ વાત એ પણ છે કે આ બંને ખેલાડી ભારત માટે T20 અને વન-ડે ફોર્મેટ રમતા નથી. માત્ર ટેસ્ટ મેચ રમે છે, પરંતુ જો ટેસ્ટ ટીમમાં તેમની જગ્યા નહીં બને તો પછી આંતરરાષ્ટ્રીય કરિયર લગભગ સમાપ્ત માની શકાય. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે સિલેક્શન કમિટીના ચીફ અજીત અગરકરની આ બંને ખેલાડીઓ સાથે કઇ વાત થઈ છે કે નહીં, પરંતુ બની શકે કે જલદી જ તેઓ સંન્યાસની પણ જાહેરાત કરી નાખે. હવે જોવાનું એ રહેશે કે રહાણે અને પૂજારા પોતાના કરિયરને લઈને શું નિર્ણય લે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!