
પ્રાંતિજ ના જેસગપુરા પાસે રાત્રીના ટ્રેલર- લક્ઝરી બસ વચ્ચે અકસ્માત
– આગળ જઈ રહેલ ટ્રેલર પાછળ બસ ધુસી ગઈ
– ઉદયપુરથી અમદાવાદ જતી સ્લીપર કોચ લક્ઝરી બસ ટ્રેલરમાં ધુસી
– લક્ઝરી બસમા સવાર પાંચ થી વધુ મુસાફરોને ઈજાઓ પહોચી
– ઇજા ગસ્તોને ૧૦૮ મારફતે પ્રાંતિજ-હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવા મા આવ્યા
– હિંમતનગર-તલોદ ૧૦૮ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના જેસગપુરા પાટીયા પાસે રાત્રીના સમયે હિંમતનગર તરફ થી અમદાવાદ તરફ જતી લકઝરી બસ આગળ જઈ રહેલ ટ્રેલર પાછળ ધુસી જતા અકસ્માત મા પાંચ થી વધુ લક્ઝરી બસ ના મુસાફરોને ઈજાઓ પોહચતા તેવોને ૧૦૮ મારફતે પ્રાંતિજ-હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા




હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના જેસગપુરા પાટીયા પાસે મંગળવાર ની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા રાજસ્થાનના ઉદેપુરથી અમદાવાદ જઈ રહેલી ખાનગી સ્લીપર કોચ બસ હિંમતનગરથી અમદાવાદ તરફ ફુલફાસ્ટ જઈ રહી હતી તે દરમ્યાન લક્ઝરી બસ આગળ જઈ રહેલ ટ્રક ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી અને અકસ્માત ને લઈ ને લક્ઝરી બસ મા સવાર પાંચ થી વધુ લોકો ને નાનીમોટી ઇજાઓ પોહચી હતી અને અકસ્માત ને લઈ ને આજુ-બાજુમાંથી લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કરતા અકસ્માતની જાણ થતાંજ હિંમતનગર અને તલોદની ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અકસ્માતમાં ઘાયલ થયેલા પાંચ મુસાફરોમાંથી ચારને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અને એકને પ્રાંતિજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો અકસ્માત ની જાણ પ્રાંતિજ પોલીસ ને થતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલીક અકસ્માત સ્થળે દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળની કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી તો ચાર ઇજાગ્રસ્તો હિંમતનગર સિવિલ અને એક ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા જેમા ભુપેન્દ્રસિંહ ચુડાસત ઉ.વર્ષ ૪૫ , માણકીબેન દલારમ આદિવાસી ઉ.વર્ષ-૫૦ , દલારામ આદિવાસી ઉ.વર્ષ-૫૦ , ગણેશ જગાજી ગામેતી ઉ.વર્ષ-૩૪ હિંમતનગર સિવિલ ખાતે લઈ જવામા આવ્યા હતા તો ગણેશ બંસીલાલ મીણા ઉ.વર્ષ-૩૧ ને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા તો તમામે-તમામ ઇજાગ્રસ્ત મુસાફરો ઉદેપુર, ભીલવાડા રાજસ્થાન ના રહેવાસી
જીલ રાવલ સાબરકાંઠા

