વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 23 વર્ષ અગાઉ આજના જ દિવસે તેમણે ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. એ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ ભારતની રાજનીતિ માટે એક મહત્ત્વપૂર્ણ વણાંક હતો. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે આખરે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી કઇ રીતે બન્યા અને તેમની આ યાત્રા પાછળની કહાની શું હતી? આ બાબતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મોદી આર્કાઇવે જાણકારી આપી છે.
મોદી આર્કાઇવની પોસ્ટ મુજબ, વર્ષ 2001 સુધી મોદી સાર્વજનિક સેવાના ક્ષેત્રમાં 3 દશક વિતાવી ચૂક્યા હતા. RSSના એક સાધારણ પ્રચારકથી લઈને ભાજપ માટે એક સમર્પિત કાર્યકર્તાના રૂપમાં તેમણે પોતાના નેતૃત્વ માટે એક મજબૂત દાવેદારના રૂપમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી, પરંતુ ત્યારે પણ ઘણા ઓછા લોકો જાણતા હતા કે 1965માં કાંકરિયા વોર્ડના સચિવના રૂપમાં જનસંઘમાંથી પોતાની રાજકીય યાત્રા શરૂ કરનારા મોદી હવે એક ઐતિહાસિક છલાંગ લગાવવાના હતા. તેઓ હવે 51 વર્ષના ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ હતા.
પોસ્ટ મુજબ, પાર્ટીના સભ્યો વચ્ચે ‘નમો’ના નામથી ઓળખાતા મોદીએ વર્ષો સુધી ભાજપને ગુજરાતમાં એક મજબૂત પાર્ટીના રૂપમાં સ્થાપિત કરવા માટે મહેનત કરી. એ સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો અને ભાજપની ઉપસ્થિતિ નબળી હતી. 1984માં ગુજરાતથી માત્ર એક ભાજપના સાંસદ હતા એ.કે. પટેલ. જેઓ મહેસાણાથી ચૂંટાયા હતા. મોદીની દૂરદર્શિતા, રાણનીતિક યોજના અને સખત મહેનતે ભાજપને ગુજરાતમાં એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી.
તેમના નેતૃત્વમાં ભાજપે ન માત્ર કોંગ્રેસના પ્રભાવવાળા ક્ષેત્રોમાં જગ્યા બનાવી, પરંતુ રાજ્યના રાજનીતિક પરિદૃશ્યને પણ પૂરી રીતે બદલી દીધું. તેમણે સંગઠનાત્મક મજબૂતી સાથે પાર્ટીને એ ક્ષેત્રોમાં પગ જમાવવામાં મદદ કરી, જ્યાં ભાજપનો પહેલા કોઈ પ્રભાવ નહોતો. પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે 1985માં જ્યારે RSSએ નરેન્દ્ર મોદીને ભાજપ સાથે કામ કરવાના નિર્દેશ આપ્યા, ત્યારે તેમના રાજકીય કૌશલ્ય અને દૂરદર્શિતાએ ભાજપને કોંગ્રેસ વિરુદ્ધ એક ગંભીર પડકાર આપનારી પાર્ટીના રૂપમા ઉભરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
ત્યારબાદ પાર્ટી નેતૃત્વએ નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી બનાવાય અને 7 ઓકટોબર 2001ના રોજ તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા અધ્યાય જોયા અને તેમની આજ નેતૃત્વ ક્ષમતામાં તેમણે દેશના વડાપ્રધાન બનવા સુધી લઈ આવી. આ પ્રકારે 23 વર્ષ અગાઉની આ ઘટના એક માઇલસ્ટોન સાબિત થઈ હતી, જેણે ભારતની રાજનીતિમાં વડાપ્રધાન મોદીના પ્રભાવશાળી નેતૃત્વને સ્થાપિત કર્યું.
આ અવસર પર છેલ્લા ઘણા દશકોથી ગુજરાતથી લઈને દિલ્હી સુધીની રાજનીતિમાં હમેશાં તેમની સાથે રહેનારા વર્તમાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેમના 23 વર્ષના કાર્યકાળને યાદ કરતા વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી છે. અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આજે નરેન્દ્ર મોદીના સાર્વજનિક જીવનમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના રૂપમાં 23 વર્ષ પૂર્ણ થયા. એક વ્યક્તિ પોતાનું જીવન રાષ્ટ્રહિત અને જનસેવાને કેવી રીતે સમર્પિત કરી શકે છે. એ 23 વર્ષની સાધના એ અદ્વિતીય સમર્પણની પ્રતિક છે. આ 23 વર્ષીય યાત્રા સામાજિક જીવન જીવનારાઓ માટે જીવંત પ્રેરણા છે. મારા માટે એ સૌભાગ્યની વાત છે કે હું તેમની યાત્રાનો સાક્ષી રહ્યો છું.
શાહે વધુમાં લખ્યું કે, વડાપ્રધાન મોદીએ એ દેખાડ્યું કે કેવી રીતે ગરીબ કલ્યાણ, વિકાસ, દેશની સુરક્ષા અને વૈશ્વિક ઓળખને મજબૂતી આપવાના કાર્ય સમાંતર રીતે કરી શકાય છે. તેમણે સમસ્યાઓને ટુકડાઓમાં જોવાની જગ્યાએ, સમગ્ર સમાધાનનું વજન દેશ સામે રાખ્યું. રોકાયા વિના, થાક્યા વિના, પોતાની ચિંતા કર્યા વિના દેશ અને દેશવાસીઓ માટે સમર્પિત એવા રાષ્ટ્ર સાધક મોદીજીને સેવા અને સમર્પણ માટે 23 વર્ષ પૂર્ણ કરવા પર શુભેચ્છા પાઠવું છું.
નરેન્દ્ર મોદી 7 ઓકટોબર 2001ના રોજ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન બનવા સુધી તેઓ સતત ચૂંટણી જીતીને ગુજરાતના મુખ્યમંત્રી બનતા રહ્યા. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડીને વડાપ્રધાનની કમાન સંભાળી. આ વર્ષે 2024માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. ભાજપના કાર્યકર્તાઓથી લઈને તમામ દિગ્ગજ નેતા અને સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરી રહેલા પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા તેમને શુભેચ્છા આપી રહ્યા છે.