જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભા બને તેવું ચિત્ર ઉભું થયું છે. પરંતુ પોતાના દમ પર કોઇ પાર્ટી સરકાર બનાવી શકે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન આગળ છે, પરંતુ ભાજપે જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે મોટો દાવ રમ્યો છે.
ભાજપ નેતાઓનું માનવું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ એક સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી શકે છે. 2014માં ભાજપને 25 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે 35 બેઠકો મળવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં એક નવો કાયદો બન્યો છે, જે મુજબ 5 નોમિનેટેડ ધારાસભ્યો ગર્વનર પસંદ કરશે. મતલબ કે જમ્મુ-કાશ્મીરમાં અત્યારે 90 વિધાનસભા બેઠકો છે અને આ 5 નોમિનેટેડ બેઠકો ઉમેરાશે તો કુલ બેઠકો 95 થઇ જશે અને બહુમતી મેળવવા માટે 48 સીટોની જરૂર પડશે. હવે ગર્વનર ભાજપના મનોજ સિંહા છે તો આ 5 બેઠકો ભાજપને જ મળવાની છે અને જરૂર પડશે તો નાની નાની પાર્ટીઓ અને અપક્ષો સાથે તડજોડની ભાજપે તૈયારી કરી દીધી છે.