જમ્મુ-કાશ્મીરમાં 8 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે અને એ પહેલા જે એક્ઝિટ પોલ બહાર આવ્યા તેમાં નેશનલ કોંગ્રેસ અને કોંગ્રેસ આગળ હોવાનું ચિત્ર બતાવવામાં આવ્યું છે. જો કે કોઇ એક પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકે તેવી કોઇ શક્યતા દેખાતી નથી.
જાણકારોના કહેવા મુજબ જમ્મુ-કાશ્મીરમાં સરકાર કોઇ પણ બને, પરંતુ આ વખતે મુખ્યમંત્રી કોઇ હિંદુ ચહેરો હોય શકે છે.
જમ્મુ-કાશ્મીરની પત્રકાર યાના મીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે. અહીંની પ્રજા એવું ઇચ્છે છે કે આ વખતે રશીદ એન્જિનિયર મુખ્યમંત્રી બને. રશીદ તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા છે અને કોર્ટે તેમની જામીન પણ વધાર્યા છે. લોકસભા 2024માં રશીદ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ વખતે તેમણે પોતાની આવામ ઇત્તેહાદ પાર્ટી બનાવી છે અને ગઠબંધનમાં ચૂંટણી લડી છે. તેમનો નેશનલ કોન્ફરસ્ને સહયોગ છે.