પ્રાંતિજ ના કાલીપુરા ખાતે મહાકાલી માતાના દર્શન કરી હજારો ની સંખ્યામાં માઇ ભક્તોએ લોકમેળા નો આનંદ માણ્યો
– સાતમ- આઠમ નો મેળો યંત્ર યુગ માં પણ અનોખું સ્થાન ધરાવે છે
– દુર-દુર થી લોકો અહીં નવરાત્રી માં અવશ્ય આવે છે
– હજારોની સંખ્યામાં બે દિવસમાં માનતાના ગરબા આવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના કાલીપુરા ખાતે આવેલ શ્રી સુપ્રસિધ્ધ મહાકાલી મંદિર ખાતે સાતમ- આઠમ નો રાત્રીનો મેળો ભરાયછે જેમાં સાતમ ના દિવસે હજારોની સંખ્યામાં માના દર્શન કરી રાખેલ માનતા પૂર્ણ કરી માઇભકતો એ મેળાનો લાહો લીધો
પ્રાંતિજ તાલુકા કાલીપુરા- ધડી ખાતે આવેલ શ્રી મહાકાલી માતાજીના મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રી માં સાતમ- આઠમ નો બે દિવસ્ય રાત્રી નો મેળો પ્રારંભ થયો હતો જેમાં સાતમ ના પ્રથમ દિવસે આજુબાજુના માઇ ભકતો સહિત ગુજરાત ભરમાંથી લોકો હજારો ની સંખ્યામાં આવે છે અને રાખેલ માનતા બાધા પૂર્ણ કરી માના દર્શન કરી ધન્યતા અનુભવે છે તો માણેલ ગરબા ની માનતા પૂર્ણ કરવા માટે બે દિવસ માં મંદિર સંકુલ માં હજારોની સંખ્યામાં માટીના ગરબા અહીં આવે છે તો માના દર્શન અને મેળા ની મજા માણવા આજે પણ યંત્ર યુગમાં લોકો દુરદુરથી આવેછે તો શ્રી મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટ કાલીપુરા મંડળ તથા ગ્રામજનો દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તો મેળામાં ખાણીપીણી , રમકડા સ્ટોર , અવનવી ચીજ વસ્તુ ઓના સ્ટોર સહિત ચકડોળ સહિત નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે અને રાત્રી નો મેળો ભરતા દુરદુર થી આવતા માઇ ભકતો આખી રાત મેળાની મજા માણે છે તો પ્રાંતિજ પીઆઇ આર.આર.દેસાઇ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
જીલ રાવલ પ્રાંતિજ