સુરત લોકસભાના ભાજપના સાંસદ મુકેશ દલાલે સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલને એક પત્ર લખ્યો છે કે, સુરતના ઐતિહાસિક હોપ પુલ પર જે મોટા માટો બાકોરા પડ્યા છે તેની તાકીદે રિપેર કરવામાં આવે, કારણકે એવા મોટા બાકોરા છે કે આખે આખો માણસ નીચે પટકાઇ જાય.
સુરત નંબર વન, સુરતને સિંગાપોર બનાવવાના બણગાં ફુંકતા ભાજપીઓ માટે આ શરમજનક વાત છે. એક સાંસદે પત્ર લખવો પડે? હજુ તો થોડા દિવસ પહેલાં ડુમસની એક હોટલમાં સુરતના વિકાસ માટેની એક ઇવેન્ટમાં સવા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ શહેરના પુલના બાકોરા રિપેર કરવાના શાસક પક્ષને દેખાતું નથી. આ બ્રિજ પર જે બાકોરા પડ્યા છે ત્યાં લાકડાથી ઠીંગણા મારવામાં આવ્યા છે. આ બ્રીજ સુરતના ચોક બજાર વિસ્તારથી રાંદેર- અડાજણને જોડે છે.