fbpx

અનેક વિધાનસભા ક્ષેત્રોથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી પંચને અવગત કરાવીશું: રાહુલ

Spread the love

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભાજપે હરિયાણામાં હેટ્રિક લગાવતા બહુમતનો આંકડો પાર કરી દીધો હતો. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ઓમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સની જીત થઇ છે. એક તરફ જ્યાં રાજકીય વિશ્લેષક આ પરિણામો પર સમીક્ષા કરવામાં વ્યસ્ત છે તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીને હરિયાણામાં મળેલી હારથી ઝટકો લાગ્યો છે. હવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ચૂંટણી પરિણામો પર પહેલી પ્રતિક્રિયા આપી છે.

તેમણે હરિયાણામાં મળેલી હારને અભૂતપૂર્વ બતાવી છે. તો રાહુલ ગાંધીએ જમ્મુ-કશ્મીરના લોકોનો આભાર માન્યો. રાહુલ ગાંધીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની વાત કહી. તેમણે લખ્યું કે, ‘જમ્મુ-કશ્મીરના લોકોનો દિલથી આભાર. રાજ્યમાં INDIAની જીત સંવિધાનની જીત છે. લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે. તો હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર વાત કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે અમે હરિયાણાના અભૂતપૂર્વ પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા ક્ષેત્રોથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી પંચને અવગત કરાવીશું.

રાહુલ ગાંધીએ હરિયાણાવાસીઓના સમર્થન માટે આભાર માન્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, બધા હરિયાણાવાસીઓને તેમના સમર્થન અને અમારા બબ્બર શેર કાર્યકર્તાઓનો તેમના અથાક પરિશ્રમ માટે દિલથી આભાર. હકનો, સામાજિક અને આર્થિક ન્યાયનો, સત્યનો આ સંઘર્ષ ચાલુ રહેશે. તમારો અવાજ બુલંદ કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધનને બહુમતી મળી છે. INDIA ગઠબંધનને 48 સીટો મળી છે જે બહુમતના આંકડાથી 2 વધુ છે. ભાજપ 29 સીટો જીતવામાં સફળ રહી. તો હરિયાણાની વાત કરીએ તો 90 સીટોવળી વિધાનસભામાં ભાજપે 48 સીટો જીતી છે. જીતની દાવેદાર ગણાતી કોંગ્રેસ માત્ર 37 સીટો પર સમેટાઇ ગઇ હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!