fbpx

નૉલેજ એન્હાન્સમેન્ટ લેક્ચર સિરીઝમાં ‘ગ્રાહક સુરક્ષા કાયદો’ વિષય પર વ્યાખ્યાન

Spread the love

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડીયમ કૉલેજ ઑફ કોમર્સ, સુરત દ્વારા શરૂ કરવામાં આવેલી નૉલેજ એન્હાન્સમેન્ટ લેક્ચર સિરીઝનાં છઠ્ઠા અને આખરી દિવસે “ગ્રાહક સુરક્ષા કાયદો” વિષય પર પ્રવિણ મેખીયા જેઓ સુરત ડિસ્ટ્રીકટ ગ્રાહક કમિશનના પ્રેસીડન્ટ છે તેમજ સુરતના જાણીતા ગ્રાહક સુરક્ષા એડવોકેટ શ્રેયસ દેસાઈ દ્વારા જ્ઞાન સભર અને રસપ્રદ વ્યાખ્યાન V. T. Choksi Law Collegeના ચિત્રા -સુબૉધ હૉલ ખાતે કરવામાં આવ્યું હતું., આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને સાર્વજનિક એજયુકેશન સોસાયટીના દ્વિતીય ઉપાધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ દિનકરરાય નાયક ઉપસ્થિત રહ્યા. 

આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓને ગ્રાહકની વ્યાખ્યા, ગ્રાહક સુરક્ષા કાયદાની વિવિધ પરિભાષા, કાયદાની વિવિધ જોગવાઈ, સુરક્ષા કાયદાનું મહત્વ, ગ્રાહક સુરક્ષા કાયદો અને તેની વિવિધ જોગવાઈઓનો ઉપયોગ કયા સંજોગોમાં થઇ શકે? નેટ બેંકિંગ અને બેંકિંગ સેવામાં ગ્રાહક સુરક્ષા કાયદાનો ઉપયોગ અને મેળવી શકાતા લાભ જેવાં મહત્વના વિષય પાર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત મેડીક્લેમ, તેનું મહત્વ, મેડીક્લેઇમ અને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે ગ્રાહક સુરક્ષા કાયદો કેવી રીતે મદદરૂપ થઇ શકે તે અંગે વિગતવાર સમજણ પુરી પાડવામાં આવી હતી. અધ્યક્ષસ્થાનેથી દિનકરરાય નાયકે ટેકનોલોજીનો સારો ઉપયોગ વિદ્યાર્થીઓ કરતા થાય અને વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરીને આધુનિક જીવનમાં ટેકનોલોજીના ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો.  સમગ્ર વ્યાખ્યાન જીવંત રાખવા માટે વ્યાખ્યાતાઓએ વિદ્યાર્થીઓ સાથે વ્યવહારુ ઉદાહરણો અને કેસની ચર્ચા કરી હતી જેનાં દ્વારા વિદ્યાર્થીઓને કાયદાની વિવિધ પરિભાષા સમજવામાં સરળતા રહી. 

સમગ્ર વ્યાખ્યાન શ્રેણીનું સફળ આયોજન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડો. આશિષ પંડ્યા તથા કૉલેજના IQAC Coordinator ડો. સવિતા સોંધીના માર્ગદર્શન હેઠળ કોલેજનાં Planning Forumના નેજા હેઠળ રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડટાઉન સાથે મળીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. ફરીદા માંડવીવાળા દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિધાર્થીઓએ હાજરી આપી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!