fbpx

પરેશ ગોસ્વામીએ વરસાદને લઇને કરી 6 દિવસની આગાહી

Spread the love

ગુજરાતમાં ફરી મેઘાએ મંડાણ માંડ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના ઘણા વિસ્તારોમાં છૂટાછવાયી જગ્યાએ વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ 18 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ગુરુવારે રાત્રે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર ગુજરાતના હવામાં અંગેની આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ અરબ સાગરમાં ભારે અસ્થિરતા છે. જોકે, આ અસ્થિરતા આપણાથી ઘણી દૂર છે. છતા પણ આવો માહોલ જોવા મળી રહ્યો છે.

તેની સાથે જ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 13-18 ઓક્ટોબરની વચ્ચે વધુ એક માવઠાનો રાઉન્ડ થઇ શકે છે. આ માવઠાના કારણે નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે કારણ કે, હાલ પાકનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેથી પાકમાં નુકસાન થઇ શકે છે. આ વર્ષે જુલાઇ, ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે. આ ઓક્ટોબરમાં પણ માવઠું થવાનું છે જેનાથી પણ ખેડૂતોને નુકસાન થઇ શકે છે.

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, શુક્રવારે અને શનિવારે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પડવાની સંભાવના છે. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની કોઇ સંભાવના નથી.

13 ઓક્ટોબર રવિવારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના અમુક સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાના દમણ અને દાદરાનગર હવેલીમાં ઘણાં સ્થળોએ ગાજ-વીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

તો અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાને લઇને મોટી આગાહી કરી છે. 14-22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડાના એંધાણ છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 14 થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડુ આવી શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ મર્જ થઇ શકે છે. બંને સિસ્ટમ મર્જ થતા વાવાઝોડાનું નિર્માણ થઉ શકે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!