અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ભારતની જેમ દેશના નાગરિકોને વિવિધ પ્રકારના ચૂંટણી વચનો આપવામાં આવી રહ્યા છે. હવે દિલ્હીના લોકોની જેમ અમેરિકન નાગરિકોને પણ મફતમાં વીજળી મળશે. હકીકતમાં, મિશિગનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ 12 મહિનામાં ઊર્જા અને વીજળીની કિંમત અડધી કરી દેશે. અમે અમારી પર્યાવરણીય મંજૂરીઓને ગંભીરતાથી વેગ આપીશું અને આપણી પાવર ક્ષમતાને ઝડપથી બમણી કરીશું. આ ફુગાવો ઘટાડશે અને અમેરિકા અને મિશિગન ફેક્ટરીઓ બનાવવા માટે પૃથ્વી પરના શ્રેષ્ઠ સ્થાનો બનશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો દિલ્હીના પૂર્વ CM અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા કેજરીવાલે લખ્યું કે, ટ્રમ્પે જાહેરાત કરી છે કે, તેઓ વીજળીના દર અડધા કરી દેશે. ફ્રી રેવડી અમેરિકા પહોંચશે. અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં ચૂંટણીની મોસમ આવતા જ તમામ પક્ષો મફતના વાયદા કરવા લાગે છે. નેતાઓ જનતાને રીઝવવા માટે અનેક વચનો આપે છે. દિલ્હીમાં મહિલાઓ માટે મફત બસ સેવા, મફત વીજળીના 200 યુનિટ જેવા ઘણા વચનો… ઘણા રાજ્યોમાં આવા વચનો આપવામાં આવી રહ્યા છે અને પૂરા પણ થઈ રહ્યા છે. અમેરિકન ચૂંટણીમાં આ પ્રકારના વચન પહેલીવાર જોવા મળી રહ્યા છે.
કેજરીવાલે જે વીડિયો શેર કર્યો છે. તેમાં ટ્રમ્પ એમ કહેતા જોવા મળે છે કે, ‘મિશિગનમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થયા પછી, જો સત્તા સંભાળ્યાના 12 મહિનાની અંદર, હું વીજળીનું બિલ, જેમાં કાર, એર કન્ડીશન અને એનર્જી બિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગેસોલિનના ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો કરી દેવામાં આવશે. અમારી પાસે આનો સામનો કરવાની શક્તિ છે. અમને ન તો જહાજની જરૂર છે કે, ન તો લાંબી ટ્રેનની. અમારી પાસે બધું જ છે. અમારે પાઈપલાઈન બનાવવી પડશે, તે ટ્રેન દ્વારા પરિવહન કરતા વધુ આર્થિક અને સલામત છે.’
ટ્રમ્પે વધુમાં કહ્યું, ‘મારા પદ સંભાળ્યાના એક વર્ષની અંદર તમે આ સુવિધા મેળવી શકો છો. તમામ કિંમતોમાં 50 ટકાથી વધુ ઘટાડો થશે. ફુગાવો ઘણો ઓછો રહેશે. આ બહુ મોટી વાત છે. પરંતુ, આમ કરવાથી આપણે પર્યાવરણને નુકસાન નહીં કરીએ. અમે પર્યાવરણવાદીનો સંપર્ક કરીશું. આ સાથે અમે અમેરિકા અને મિશિગનને મહાન બનાવીશું.’