fbpx

જામનગરના જામ સાહેબના વારસદારની જાહેરાત કરવામાં આવી, જાણો કોણ બન્યું?

Spread the love

જામનગરના રાજવી પરિવારે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. જામ સાહેબ શત્રુશલ્ય સિંહે એક પત્ર લખીને જાણકારી આપી છે કે  ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ મારા વારસદાર બનવાનું સ્વીકાર્યું છે અને જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે ખરેખર પ્રજા માટે વરદાનરૂપ છે.

અજય જાડેજાની ગણતરી ભારતીય ક્રિક્રેટમાં ઓલરાઉન્ડર તરીકે થતી હતી. જાડેજાનો જન્મ 1 ફેબ્રુઆરી 1970ના દિવસે રાજવી પરિવારમાં થયો હતો.જાડેજાની ક્રિક્રેટ કારકિર્દી વર્ષ 1992થી 2000 સુધીની રહી. વર્ષ 2000માં મેચ ફિક્સીંગમાં  અજય જાડેજાનું નામ આવ્યું હતું અને તેમની પર 5 વર્ષ માટે ક્રિક્રેટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. જો કે, જાડેજાએ કોર્ટમાં લડત આપતા 3 વર્ષ પછી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.  અજય જાડેજા અત્યારે ક્રિક્રેટ કોમેન્ટરી અને ક્રિક્રેટના એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!