fbpx

વાહ! કંપની હોય તો આવી…કર્મચારીઓને પણ આનંદ આવે, મળે છે કાર અને 1 લાખનું બોનસ

Spread the love

ચેન્નાઈ સ્થિત એક કંપનીએ તેના કર્મચારીઓને 28 કાર અને 29 બાઈક ભેટમાં આપી છે. કંપનીએ કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને તેમને વધુ સારી કામગીરી માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ભેટો આપી છે.

સ્ટ્રક્ચરલ સ્ટીલ ડિઝાઈન અને ડિટેલિંગ કંપની, ટીમ ડિટેલિંગ સોલ્યુશન્સના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓની ઉત્પાદકતા વધારવા અને વધુ સારી કામગીરી માટે તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ભેટ આપવામાં આવે છે. હ્યુન્ડાઈ, ટાટા, મારુતિ સુઝુકી અને મર્સિડીઝ બેન્ઝની ઘણી નવી કાર કર્મચારીઓને તેમની મહેનત અને સમર્પણની પ્રશંસાના ચિહ્ન તરીકે રજૂ કરવામાં આવી હતી.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર શ્રીધર કન્નને જણાવ્યું હતું કે, ‘અમે કંપનીની સફળતામાં તેમના (કર્મચારીઓના) અથાક પ્રયાસો માટે અમારી પ્રશંસા દર્શાવવા માગીએ છીએ. અમે માનીએ છીએ કે અમારા કર્મચારીઓ અમારી સૌથી મોટી સંપત્તિ છે.’

તેમણે કહ્યું કે કંપનીએ કર્મચારીઓના યોગદાનને તેમની કામગીરી, વર્ષોની સેવાના આધારે માપ્યું છે. અમારા કર્મચારીઓએ અસાધારણ પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે અને તેમની સિદ્ધિઓને માન્યતા આપવાનો અમને ગર્વ છે.

એક પત્રકાર પરિષદને સંબોધતા કન્નને જણાવ્યું હતું કે, કંપનીમાં લગભગ 180 કર્મચારીઓ છે, જેઓ સામાન્ય વર્ગમાંથી આવે છે અને અત્યંત કુશળ છે. તેમણે કહ્યું, ‘અમે એવા ઉમેદવારોને પસંદ કરીએ છીએ, જેઓ કામ પ્રત્યે ખૂબ પ્રેરિત હોય અને તેમના માટે કાર કે બાઇક ખરીદવી એ એક સ્વપ્ન સમાન હોય છે.

તેમણે વધુમાં કહ્યું કે, 2022માં અમે અમારા બે વરિષ્ઠ સાથીદારોને કાર ગિફ્ટ કરી હતી. અમે આજે 28 કાર ગિફ્ટ કરી છે. તેમાંથી કેટલીક મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મર્સિડીઝ બેન્ઝ છે. એક પ્રશ્નના જવાબમાં કન્નને કહ્યું કે, કંપની નિશ્ચિત રકમ સાથે કાર અથવા બાઇક આપશે. તેમણે કહ્યું કે, જો કર્મચારીને કંપની દ્વારા પસંદ કરાયેલા વાહન કરતાં વધુ સારા વાહનની જરૂર હોય તો તેણે બાકીની રકમ ચૂકવવી પડશે.

કાર ગિફ્ટ કરવા ઉપરાંત, કંપની કર્મચારીઓને લગ્ન સહાય તરીકે પૈસા પણ આપી રહી છે. જો કંપનીનો કર્મચારી લગ્ન કરી રહ્યો હોય, તો અમે તેને લગ્ન સહાય તરીકે 50,000 રૂપિયા આપતા હતા. હવે અમે તેને આ વર્ષથી વધારીને 1 લાખ રૂપિયા કરી દીધા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!