ઘણો લોકો દેવી- દેવતીની પૂજા કરે, કોઇ હીરો- હીરોઇનના ભક્ત હોય, પરંતુ ઉદ્યોગપતિનો કોઇ ભક્ત હોય તેવું ભાગ્યેજ સાંભળ્યું હશે. ગુજરાતના અમદાવાદમાં રતન ટાટાનો એક અનોખો ભક્ત છે. જેણે ટાટાની ગેલેરી બનાવી છે અને આરતી પણ કરે છે.
આમદાવાદમાં રહેતા રાકેશ પ્રજાપતિ બિઝનેમેન છે, બિલ્ડરછે અને તનિષ્ક, ટાઇટન આઇ પ્લસ અને પાંચેક રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમણે નરોડામાં પોતાની ટાટા ગેલેરી પણ બનાવી છે, જેમાં રતન ટાટાના પુસ્કો, તસ્વીરો વીડિયો એવું ઘણું બધું છે. ગેલેરીમાં આવનાર લોકોને રાકેશ પ્રજાપતિ રતન ટાટાના પુસ્તકો ભેટમાં આપે છે.
રાકેશ પ્રજાપતિએ કહ્યું કે જ્યારે કોરોના મહામારીના સમયે રતન ટાટાએ કરોડો રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી તેનાથી હું પ્રભાવિત થયો હતો અને એ પછી મેં એમના વિશે ઘણું બધું જાણ્યું, માહિતી મેળવી. હવે મેં સકલ્પ કર્યો કે અમદાવાદમાં ટાટા મોલ બનાવીશ અને તેમાં ટાટાની તમામ પ્રોડક્ટ હશે.