fbpx

ગુજરાતની ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ અરેસ્ટ કરતી ઇન્ટરનેશનલ ગેંગને પકડી, 4 સુરતના

Spread the love

અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ડિજિટલ અરેસ્ટના નામથી ચાલતી આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે અને તાઇવાનના 4 મુખ્ય સૂત્રધાર, 7 ગુજરાતીઓ સહિત 17 આરોપીઓની ધરપકડ કરી છે. જે 7 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી 4 ગુજરાતના, 2 વડોદરના અને એક સુરેન્દ્રનગરનો છે.

ભારતમાં ડિજિટલ અરેસ્ટનું સૌથી મોટું ષડયંત્ર રચવા માટે 4 તાઇવાની નાગરિકોએ એપ ડાઉનલોડ કરી હતી. અમદાવાદની સાયબર ક્રાઇમ ઘણા સમયથી આ ગેંગના માસ્ટર માઇન્ડ પર વોચ રાખી રહી હતી. આ માસ્ટર માઇન્ડ દિલ્હીની તાજ હોટલમાં રોકાયો હતો અને તેણે જેવો લેપટોપમાં પાસવર્ડ નાંખ્યો કે પોલીસે તેને દબોચી લીધો હતો.

આ ગેંગ લોકોને પોલીસ અથવા કોઇ અધિકારીના નામે ધમકી આપીને રૂપિયા ટ્રાન્શફર કરાવી લેતી હતી. પોલીસે કહ્યું છે કે જો કોઇ તમને ફોન પર આવી ધમકી આપે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરજો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!