fbpx

તેલંગાણા ભાજપને ઝટકો, ઓવૈસીને ટક્કર આપનાર ભાજપ નેતા માધવી લતા ગિરફતાર

Spread the love

દુર્ગા પૂજાના વિસર્જન પછી દેશમાં ઘણી જગ્યાએથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઈચ બાદ તેલંગાણાના સિકંદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શન શરુ થઇ ગયું છે. મંદિરમાં તોડફોડ કરનારની વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરનાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં ભાજપ નેતા માધવી લતા પણ શામિલ છે. માધવી લતાની ધરપકડ પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. કારણે તેમના સમર્થકોએ સિકંદરાબાદમાં હંગામો મચાવ્યો છે. તમને જણાવી દઈએ કે માધવી લતા લોકસભા ચુંટણી 2024માં હૈદરાબાદ બેઠક પર અસદુદ્દીન ઓવૈસી સામે ભાજપના મેન્ડેટ પર ચુંટણી લડ્યા હતા, જો કે તેમાં માધવી લતાને હારનો સામનો કરવો પડ્યો હતો.   

શું છે આખો મામલો?

સિકંદરાબાદના મુથ્યાલમ્મા મંદિરમાં કથિત રીતે તોડફોડનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે એક અજાણી વ્યક્તિ દ્વારા મંદિરની પવિત્ર મૂર્તિને ખંડિત કરી દીધી છે અને મંદિરને અપવિત્ર કર્યું હોવાનો પણ તેના પર આરોપ છે. જો કે સ્થાનિક લોકોને આરોપીને પકડી પોલીસને સોંપી દીધો. પણ આ ઘટના સમગ્ર વિસ્તારમાં વાયુ વેગે ફેલાઈ ગઇ હતી. અને ઘણા લોકોએ તેની વિરુદ્ધ ધરણા પ્રદર્શન પણ શરુ કર્યા, જેમાં BJP નેતા માધવી લતા પણ હાજર હતા.

કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન

કેન્દ્રીય મંત્રી અને તેલંગાણા BJP અધ્યક્ષ જી કિશન રેડ્ડીએ મુથ્યાલમ્મા મંદિરની મુલાકાત લઇ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે આ ઘટનાને શરમજનક ગણાવતા કહું કે અમૂક લોકો ઇરાદાપૂર્વક બે સમુદાય વચ્ચે મતભેદો ઉભા કરવાની કોશિશ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે અહીં ચોરી કરવા નહીં પણ હિંદુ સમાજને નીચા દેખાડવા આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 12 ઓક્ટોબરે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. જેમાં દુર્ગા પૂજા પંડાલમાં એક વ્યક્તિએ દુર્ગા માતાની મૂર્તિને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પાસે ઘર ન હતું અને તે ખૂબ ભૂખ્યો હતો. એટલે ખાવાની શોધમાં તે પંડાલમાં આવ્યો હતો અને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે પંડાલમાં રહેલી દુર્ગા માતાની મૂર્તિ ભૂલથી ખંડિત થઇ ગઇ હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!