ગુજરાતમાં ખેતીની જમીનની ખરીદી અને વેચાણના મામલે નિયમોમાં ફેરફારની વિચારણા ચાલે છે. ગુજરાતાં અત્યાર સુધી કોઇ પણ વ્યક્તિને ખેતીની જમીન ખરીદવાની છુટ નથી, જ્યારે કેટલાંક રાજ્યોમાં ખેતીની જમીન વેચવા કે ખરીદવા માટેના સરળ નિયમો છે.
દેશમાં કેટલાંક લાભો માત્ર ખેતી કરનારાને મળે છે, તેથી ઘણા લોકો બોગસ ખેડુત ખાતેદાર બનાવીને ખોટા લાભો ઉઠાવે છે. પરંતુ જો કોઇ જેન્યુઇન વ્યકિત પોતે ખેડુત ન હોય અને ખેતીમા કઇંક નવા પ્રયોગ કરવા માંગતા હોય તેમને ખેતીની જમીન મળી શકતી નથી.
હવે ગુજરાતમાં લેન્ડ રિફોર્મ માટે સીએલસીનો એક રિપોર્ટ ગુજરાત સરકારને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ખેતીની જમીન કોઇ પણ ખરીદી શકે એવી ભલામણ કરવામાં આવી છે.