આજે દુનિયાભરમાં બીકાજી પેક્ડ ફુડ બ્રાન્ડ ફેમસ છે અને આ બ્રાન્ડ 8 ધોરણ ભણેલા માણસે ઉભી કરી છે. આજે આ કંપનીની વેલ્યુએશન 21000 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.બીકાજી બ્રાન્ડના માલિકનું નામ શિવરતન અગ્રવાલ છે અને 1986માં તેમણે બિકાનેરથી ભુજિયાની શરૂઆત કરી હતી.
શિવરતન અગ્રવાલ જાણીતી ફુડ બ્રાન્ડ હલ્દીરામના પૌત્ર થાય છે. જ્યારે હલ્દીરામે પરિવારમાં બિઝનેસ વ્હેંચી દીધો ત્યારે એક હિસ્સો હલ્દીરામના પુત્ર મુલચંદ અગ્રવાલને મળ્યો હતો. મુલચંદને 4 પુત્રો છે. શિવકિશન,મનોહર લાલ, મધુ અગ્રવાલ અને શિવરતન. આ ચારેય ભાઇઓ તેમની બહેન સરસ્વતી સાથે મળીને હલ્દીરામનો બિઝનેસ આગળ વધારતા હતા.
શિવરતને હલ્દીરામ છોડીને પોતાનો નવેસરથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને બિકાનેર આવ્યા હતા. તેમણે બિકાનેરની સ્થાપના કરનાર બીકાના નામ પરથી પોતાની બ્રાન્ડનું નામ બીકાજી રાખ્યુ હતું.