રતન ટાટાના નિધન પછી ટાટા ટ્રસ્ટની કમાન નોએલ ટાટાને સોંપવામાં આવી. એ પછી લોકોને એ જાણવામાં રસ છે કે ટાટા ટ્રસ્ટ, ટાટા સન્સ અને ટાટા ગ્રુપ વચ્ચે શું ફરક છે?
1868માં જમશેદજી ટાટાએ ટાટા ગ્રુપની સ્થાપના કરેલી આજે ટાટાની 100થી વધારે કંપનીઓ છે અને અનેક દેશોમાં કામ કરે છે. ઓગસ્ટ 2023 સુધીમાં ટાટાની કંપનીઓનું કુલ માર્કેટ કેપ 34 લાખ કરોડ રૂપિયા હતું.
ટાટા ટ્રસ્ટ એ ટાટા ગ્રુપના બધા ટ્રસ્ટોનું એક ગ્રુપ છે. જેમાં સર દોરોબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ એ બે મુખ્ય ટ્રસ્ટો છે. આ બંને ટ્રસ્ટોની ટાટા સન્સમાં 52 ટકાની હિસ્સેદારી છે જ્યારે બાકીના જે ટ્રસ્ટો છે તેમની હિસ્સેદારી 14 ટકા છે. કુલ મળીને ટાટા ટ્રસ્ટની ટાટા સન્સમાં કુલ હિસ્સેદારી 66 ટકા છે.
ટાટા સન્સ એ ટાટા ગ્રુપની હોલ્ડીંગ કંપની છે અને ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખર છે.ટાટા સન્સની પાસે ટાટા ગ્રુપની કંપનીઓની 25 ટકાથી માંડીને 73 ટકા સુધીની હિસ્સેદારી છે.ટાટાની બધી કંપનીઓનું નિયંત્રણ ટાટા સન્સ પાસે છે અને ટાટા સન્સનું નિયત્રંણ ટાટા ટ્રસ્ટ પાસે છે. એટલે ટાટા ટ્રસ્ટ બધાનો બોસ છે.