

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ હતો આખી હત્યાની યોજના તેણે જ બનાવી હતી અને તેની પ્રેમિકા સોનમે આખા ષડયંત્રમાં સહયોગ આપ્યો હતો. રાજા રઘુવંશીની હત્યા પછી રાજાની લાશને ખીણમાં સોનમે જ ફેંકી દીધી હતી.
શિલોંગ પોલીસે બીજી પણ એક ચોખવટ કરી છે કે આ હત્યા કેસમાં સામેલ અન્ય 3 આરોપીઓ વિશાલ, આનંદ અને આકાશ કોન્ટ્રાક્ટ કિલર નથી કે નથી તેમણે કોઇ સોપારી લીધી હતી.આમાંથી 2 આરોપી રાજ કુશવાહના મિત્ર છે અને એક પિતરાઇ ભાઇ છે. માત્ર રાજને મદદ કરવા માટે હત્યાની યોજનામાં સામેલ થયા હતા. હત્યા કરીને સોનમ ઇંદોર ગઇ હતી અને વિશાલે ભાડે રાખેલા મકાનમાં રહી હતી. લાશ સડી જશે એવું વિચારીને ખીણમાં ફેંકી દેવામાં આવી હતી.