
પ્રાંતિજ કોલેજ ખાતે પુસ્તક વિમોચન સમારોહ યોજાયો
– બે પુસ્તકો નુ વિમોચન કરવામા આવ્યુ
– પુસ્તક પ્રેમીઓ સહિત સાહિત્ય કાર ઉપસ્થિત રહ્યા
– તલોદ -હિંમતનગર સંયુક્ત ઉપક્રમે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ કોલેજ ખાતે અભિ વ્યક્તિ વર્તુળ તલોદ અને હિંમતનગર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો






પ્રાંતિજ કોલેજ ખાતે તા. ૧૭-૮-૨૦૨૫ના રોજ શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં અભિવ્યક્તિ વર્તુળ, તલોદ અને હિંમતનગર સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે પુસ્તક વિમોચનપર્વ યોજાઈ ગયું. જેમાં પ્રેમજી પટેલના નવમા લઘુકથા સંગ્રહ ‘લજામણીવત્’ તથા જયેશચંદ્ર શ્રીહરિની પ્રથમ લઘુનવલ ‘સાયુજ્ય’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ વિમોચનપર્વમાં ડૉ. કેશુભાઈ દેસાઈ, ડૉ. યશોધર હ. રાવલ, પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ તથા પ્રાગજીભાઈ ભામ્ભી અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ડૉ. કેશુભાઈ દેસાઈ અને પ્રતાપસિંહ ડાભીએ જયેશચંદ્ર શ્રીહરિની લઘુનવલ ‘સાયુજ્ય’ વિશે વાત કરી હતી. તો ડૉ. યશોધર હ. રાવલે પ્રેમજી પટેલના લઘુકથાસંગ્રહ ‘લજામણીવત્’ વિશે માંડીને વાત કરી હતી. આ કાર્યક્રમમાં યુવા ઉદ્યોગપતિ નરેન્દ્રકુમાર સી. દર્શકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક ડૉ. કાંતિભાઈ પ્રજાપતિએ પ્રાર્થના રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જયેશચંદ્ર શ્રીહરિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તો કાર્યક્રમના અંતે રામજીભાઈ પટેલે મહેમાનો અને સંસ્થાનો આભાર માની કાર્યક્રમને પૂરો જાહેર કર્યો હતો. આ આખાય કાર્યક્રમનું સંચાલન જાણીતા વાર્તાકાર કિશનસિંહ પરમારે કર્યું હતું. આ કાર્યક્રમાં અભિવ્યક્તિ વર્તુળ, તલોદ અને હિંમતનગર સાહિત્ય સભાના સર્જકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જીલ રાવલ સાબરકાંઠા

