પ્રાંતિજ ના મોયદ નાથાજી વાસ મા મહિલાએ ગળે ફાંસો ખાઇ જીવન લીલા નો અંત આવ્યો
– ભાભી દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા નણંદોય વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ નાથાજીવાસમા રહેતી પરણિત મહિલાએ ગળે ફાંસો ખાઇ જીવન લીલા નો અંત આણ્યો

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના મોયદ નાથાજી વાસ મા રહેતા સેતાનજી પુંજાજી ચૌહાણ તેમની પત્ની અને ફરીયાદી ઉષાબેન ના નણંદ રજંનબેન સેતાનજી ચૌહાણ ને તેમના પતિ સેતાનજી કહેતા હતા કે તુ મને ગમતી નથી અને મારે બીજી લાવવી છે અને આ મારા આડા સબંધ બાબતે જો તુ કોઇને કહીશ તો હુ દવા પીને મરી જઈશ તેવી ધમકીઓ આપી અવરનવર મા-બેન સામી ગાળો બોલી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપી મરણજનાર રજંનબેન ને ત્રાસ સહન ના થતા મરીજવા સુધીનુ દુષ્પેરણ કરતા મરણ જનારે ગળેફાંસો ખાઇ જીવન લીલા નો અંત લાવી મરી જતા તેમના પિયર માંથી તેવોના ભાભી ઉષાબેન કાળુસિંહ જોધાજી પરમાર રહે. આરસોડા તા.પ્રાંતિજ , જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તેવોના નણંદોય સેતાનજી પુંજાજી ચૌહાણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ-૧૦૮,૮૫,૩૫૨,૧૧૫(૨) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા હાથ ધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા

