

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણા આજે સુરતની મુલાકાત લીધી હતી. અનુસુચિત જાતિ સમાજના અગ્રણીઓ તથા અનુસુચિત જાતિના યુનિયનોના આગેવાનો દ્વારા આયોગના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર સુરતના અતિથિ બનેલા કિશોર મકવાણાનું સન્માન સહ સમરસતા સંવાદનો સામાજિક કાર્યક્રમનું આયોજન સુરત સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. આયોગ અધ્યક્ષએ રાષ્ટ્રીય અનુસુચિત આયોગના કાર્યો વર્તમાન સમયમાં દેશના વિવિધ રાજયોમાં અનુસુચિત જાતિની સ્થિતિ પર વાત કરી હતી.